ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર, DLSના સહ-શોધક ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષની વયે અવસાન
ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર આવ્યા છે. 21 જૂનના રોજ ક્રિકેટના મુખ્ય નિયમો પૈકીના એકના સહ-શોધક ફ્રેન્ક ડકવર્થનું

ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર આવ્યા છે. 21 જૂનના રોજ ક્રિકેટના મુખ્ય નિયમો પૈકીના એકના સહ-શોધક ફ્રેન્ક ડકવર્થનું અવસાન થયું છે. ફ્રેન્ક ડકવર્થ જેણે ટોની લુઈસ સાથે મળીને ડકવર્થ-લુઈસ નિયમ બનાવ્યો હતો.
પહેલી વખત 1997માં થયો હતો આ પદ્ધતિનો ઉપયોગ
વરસાદના વિઘ્ન તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે અસરગ્રસ્ત બનતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજેતા નક્કી કરવા કે ટાર્ગેટ નક્કી કરવા માટે જે ડકવર્થ-લુઈસ (DLS) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેના સહ શોધક એવા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષની વયે અવસાન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પદ્ધતિ ડકવર્થ- લુઈસ તરીકે ઓળખાઈ છે. ફ્રેન્ક ડકવર્થ અંગ્રેજ આંકડાશાસ્ત્રી હતા અને તેઓએ ટોની લુઈસ સાથે મળીને આ પદ્ધતિની શોધ કરી હતી. જેનો આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી વખત ઉપયોગ 1997માં થયો હતો.
ICCએ 2001માં ડકવર્થ-લુઈસની પદ્ધતિને અપનાવી હતી
ICCએ ડકવર્થ-લુઈસની પદ્ધતિને 2001માં સત્તાવાર રીતે અપનાવી હતી. જ્યારે 2014માં ડકવર્થ-લુઈસની પદ્ધતિમાં ઓસ્ટ્રેલિયન આંકડાશાસ્ત્રી સ્ટીવન સ્ટેર્ને કેટલાક સુધારા-વધારા કર્યા હતા. તે વધુ વ્યવહારું જણાતા હવે વરસાદના વિઘ્નવાળી મેચોમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેને સત્તાવાર રીતે ડકવર્થ-લુઈસ-સ્ટેર્ન પદ્ધતિ (Duckworth-Lewis-Stern) તરીકે ઓળખવામાં આવે છે. ડકવર્થ અને લુઈસને 2010માં ઈંગ્લેન્ડમાં એમબીઈ સન્માન આપવામાં આવ્યું હતુ.






