મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઇ થયા બાદ PM મોદીએ ફોન કર્યો હતો? વિનેશ ફોગાટે કર્યો ખુલાસો

કુશ્તીબાજ ખેલાડીમાંથી રાજકારણમાં ઝંપલાવનારા વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. આ

ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઇ થયા બાદ PM મોદીએ ફોન કર્યો હતો? વિનેશ ફોગાટે કર્યો ખુલાસો

કુશ્તીબાજ ખેલાડીમાંથી રાજકારણમાં ઝંપલાવનારા વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. આ દરમિયાન તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેણે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, 'ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઇ થયા બાદ પીએમ મોદીએ તેને ફોન કર્યો નહોતો.' વિનેશ ફોગાટના આ દાવા બાદ હરિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 

આ દરમિયાન પીટી ઉષા પર પ્રહાર કરતાં કહ્યું કે, 'અમે બાળપણથી તેમની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે તેઓ પણ પોતાની જવાબદારી ભૂલી ભાજપને બચાવવામાં લાગી ગયા છે. એક ખેલાડી તરીકે પીટી ઉષા કે મેરી કોમ તરફથી મને કોઈ સમર્થન મળ્યું નહોતું. જ્યારે હું હૉસ્પિટલમાં બેડ પર હતી ત્યારે હું લગભગ બેભાન હતી. મને ગ્લુકોઝ ચઢાવવામાં આવી રહ્યા હતા, જેથી હું ઝડપથી રિકવર થઈ શકું. એ સમયે પીટી ઉષા મારી મંજૂરી વગર ફોટા લઈ રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહી રહ્યા હતા કે, બધું યોગ્ય છે, જ્યારે ત્યાં કંઈ પણ યોગ્ય નહોતું.'

લોકોની માંગ પર રાજકારણમાં પ્રવેશ કર્યો

વિનેશ ફોગાટે કહ્યું કે, 'ઓલિમ્પિક બાદ મેં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. હું જેટલા પણ લોકોને મળી એ બધાની માંગ હતી કે અમારા બાળકો માટે તમારે રાજકારણમાં આવવું જ પડશે. લોકોએ કહ્યું કે જે તમારી સાથે થયું એ અમારા બાળકો સાથે ન થાય એ માટે તમારે આગળ આવવું જ પડશે.'

આ સમાચાર શેર કરો