IPL 2025 માટે ધોની રિટેન કરશે CSK, શું કેપ્ટન કુલની રીટેન્શન ફીમાં થશે ઘટાડો?
IPL ઓક્શન 2025 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ

IPL ઓક્શન 2025 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, IPL 2025 માટે CSK મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરશે, પરંતુ CSK ધોનીને ઓછામાં ઓછા રૂપિયામાં રિટેન કરશે. હકિકતમાં, જો ધોનીને ઓછા રૂપિયામાં રિટેન કરવામાં આવે તો CSK ઓક્શનમાં વધુ રૂપિયા ખર્ચી શકે છે અને ટીમમાં અન્ય સારા ખેલાડીઓને સામેલ કરી શકે છે. નોંધનીય છે કે, IPL 2025 માટે CSK ધોની ઉપરાંત કેટલાક અન્ય દિગ્ગજ ભારતીય ક્રિકેટરોને પણ રિટેન કરવાની તૈયારી દર્શાવી છે.
આ ખેલાડીઓને કરી શકે રિટેન CSK
ક્રિકેટ જગતના નિષ્ણાતો અનુસાર, આ મહિનાના અંત સુધી BCCI રીટેન્શન પોલિસી જાહેર કરશે. જે પછી CSK સહિત અન્ય ટીમો ઓક્શનમાં જશે. મીડિયા અહેવાલ મુજબ, CSK તેના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબેને પણ રિટેન કરશે. જો કે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે નથી આવી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે CSK કોઈ પણ સ્થિતિમાં ધોનીને રિટેન કરશે.
IPLના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં સામેલ
તમને જણાવી દઈએ કે, ધોની IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. ધોનીની આગેવાનીમાં CSK રેકોર્ડ પાંચ વાર IPL ટાઈટલ જીત્યું છે. જેમાં 2010, 2011, 2018, 2021 અને 2023ના IPL ટૂર્નામેન્ટ સામેલ છે. જો કે, હવે તે CSKની કેપ્ટનશિપ છોડી ચૂક્યો છે અને તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વાર ટાઈટલ જીત્યું છે.






