CSK vs MI 2025: મુંબઈ વિરુદ્ધ 156 રનનો ટાર્ગેટ પૂરો કરવા આગળ વધતી ચેન્નઈ, જાણો અપડેટ
આજે (23 માર્ચ, 2025) આઈપીએલ 2025નો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ(MI) વચ્ચે રમાઈ

આજે (23 માર્ચ, 2025) આઈપીએલ 2025નો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ(MI) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં હાર્દિક પંડ્યા નથી રમી રહ્યા. તેમની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે. ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. મુંબઈએ ચેન્નઈને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. CSK માટે નૂર અહમદે ચાર અને ખલીલ અહમદે ત્રણ વિકેટ ઝડપી. આ સિવાય નાથન એલિસ અને રવિચન્દ્ર અશ્વિનને એક-એક સફળતા મળી. હાલ ચેન્નાઈને 49 બોલમાં 48 રનની જરુર છે.
CSK અને MIની પ્લેઇંગ-11
CSKની પ્લેઇંગ-11: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, દીપક હુડા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, MS ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ અને ખલીલ અહેમદ
ઇમ્પેક્ટ: રાહુલ ત્રિપાઠી, કમલેશ નાગરકોટી, વિજય શંકર, જેમી ઓવરટન, શેખ રશીદ.
MIની પ્લેઇંગ-11: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, રોબિન મિંઝ, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને સત્યનારાયણ રાજુ
ઇમ્પેક્ટ: વિગ્નેશ પુથુર, અશ્વની કુમાર, રાજ અંગદ બાવા, કોર્બિન બોશ અને કરણ શર્મા.
IPL 2025, CSK vs MI લાઈવ સ્કોર: ચેન્નાઈને પહેલો ઝટકો લાગ્યો
ચેન્નઈને પહેલો ઝટકો લાગ્યો, રાહુલ ત્રિપાઠી 2 રન બનાવીને આઉટ થયો. MI એ CSK ને 156 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 2 ઓવર પછી CSKનો સ્કોર 1 વિકેટે 12 રન છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીએસકે અને એમઆઈ વચ્ચેની આ મેચ રમાઈ રહી છે.
CSK vs MI લાઈવ સ્કોર: મુંબઈને બીજી સફળતા મળી
મુંબઈ ઈન્ડિયન્સને 8મી ઓવરમાં બીજી સફળતા મળી. વિગ્નેશે ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ગાયકવાડ 26 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. સીએસકેના કેપ્ટને 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
CSK vs MI, IPL 2025 લાઈવ સ્કોર: ચેન્નાઈને ત્રીજો ફટકો પડ્યો
ચેન્નઈને ત્રીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજના આઉટ થયા બાદ શિવમ દુબે પણ 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેન્નઈનો સ્કોર 10 ઓવર પછી 3 વિકેટે 97 રન છે. CSK vs MI મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.








