Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2024 second phase schedule announced

IPL 2024 : આઈપીએલના બીજો તબક્કાનો કાર્યક્રમ જાહેર, જાણો એક ક્લિકમાં સંપૂર્ણ શેડ્યુલ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
IPL 2024 : આઈપીએલના બીજો તબક્કાનો કાર્યક્રમ જાહેર, જાણો એક ક્લિકમાં સંપૂર્ણ શેડ્યુલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17ની સિઝન રમાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ફાઈનલ મેચ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

App Store

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને BCCIએ શરૂઆતમાં 7 એપ્રિલ સુધી માત્ર 21 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાવાની છે. હાલમાં જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ બાકીનું શેડ્યુલ તે મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આઈપીએલની તમામ મેચો ભારતમાં જ રમાશે. 

IPL 2024ના સંપૂર્ણ શેડ્યૂલની રાહ પૂરી થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે 17મી સિઝનના બાકી શેડ્યૂલની જાહેરાત કરી હતી. ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ સિવાય ક્વોલિફાયર-2 પણ ચેન્નાઈમાં યોજાશે. જ્યારે, એલિમિનેટર અને ક્વોલિફાયર-1 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝન 22 માર્ચે શરૂ થઈ હતી.