IPL 2024 : કોહલીએ રાજસ્થાન સામે 'રોયલ' સેન્ચુરી ફટકારી, આઈપીએલમાં વિરાટનો વધુ એક 'વિરાટ' રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં પ્રથમ સેન્ચુરી ફટકારી છે. કોહલીએ 67 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે બેંગલુરુએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 183 રન બનાવ્યા છે. રાજસ્થાનને મેચ જીતવા 184 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ડુ પ્લેસિસ- કોહલીએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની શરૂઆત શાનદાર રહી હતી. ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. જેમાં ડુ પ્લેસિસે 44 રન બનાવ્યા હતા. કોહલીએ અણનમ 113 રનની ઈનિંગ રમી.
આઈપીએલમાં 7500 રન બનાવનાર પ્રથમ ખેલાડી
સેન્ચુરી સાથે કોહલીએ વધુ એક વિરાટ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આઈપીએલમાં 7500 રન બનાવનાર ટુર્નામેન્ટમાં પ્રથમ ખેલાડી બની ગયો છે.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, નાન્દ્રે બર્જર અને યુઝવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, રીસે ટોપ્લી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.

