મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાક ક્રિકેટરનું વિવાદિત નિવેદન, દાઉદનું નામ લઈને ભારતને આપી ધમકી?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે. કથિત રીતે ભારત તરફથી ટીમને ટુર્નામેન

VIDEO: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાક ક્રિકેટરનું વિવાદિત નિવેદન, દાઉદનું નામ લઈને ભારતને આપી ધમકી?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે. કથિત રીતે ભારત તરફથી ટીમને ટુર્નામેન્ટ રમવા પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી છે. ભારતે ના પાડી દીધા પછી પણ વિવાદ અટકવાનું નામ લેતો નથી. હવે આ વિવાદ વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન દ્વારા કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનું નામ લઈને ધમકી આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ધનિક ક્રિકેટરે 22 વર્ષની ઉંમરે કર્યું હતું અલવિદા, ભારતીય ટીમ માટે ન રમી શક્યાનો અફસોસ

હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક ભાઈનું નામ લઈને કહી રહ્યો છે. તે ભાઈના જ ઘરમાં રહે છે. રાશિદ લતીફ દ્વારા બોલાતો 'ભાઈ' શબ્દને દાઉદ ઈબ્રાહિમના નામ સાથે જોડવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે રાશિદ લતીફે વીડિયોમાં દાઉદ ઈબ્રાહિમનું નામ લીધું નથી.

જ્યાં હું બેઠો છું, ભાઈનું ઘર અહીં જ છે

વાયરલ વીડિયોમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, "તમે કોની સામે થઈ રહ્યા છો? ભાઈના ઘરની બાજુમાં રહીએ છીએ. જ્યાં હું બેઠો છું, ભાઈનું ઘર અહીં જ છે. આ જે ઉપરથી ગેમ ચાલી રહી છે તે છોડી દે."

PCB ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલ માટે રાજી થઈ ગયું

જણાવી દઈએ કે, આઈસીસી તરફથી હજુ સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી થયું કે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં યોજાશે કે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશને ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન બનાવવામાં આવશે. જો કે ઘણાં મીડિયા રિપોર્ટ મુજબ PCB ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલ માટે રાજી થઈ ગયું છે. પરંતુ સાથે જ રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, પાકિસ્તાન બોર્ડે આઈસીસી સામે એ શરત રાખી છે કે તેમની ટીમ ભવિષ્યમાં કોઈ પણ આઈસીસી ટુર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.

આ સમાચાર શેર કરો