Video:ઓડિશાના ભુવનેશ્વરમાં KIIT યુનિવર્સિટીમાં CAVA મેન્સ વોલીબોલ લીગ 2026 સફળતાપૂર્વક પૂર્ણ

ઓડિશાના ભુવનેશ્વરમાં કેઆઈઆઈટી યુનિવર્સિટી દ્વારા આયોજિત સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન એટલે કે કાવા મેન્સ વોલીબોલ લીગ 2026નું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઉચ્ચ સ્તરની રમતનું પ્રદર્શન કર્યું હતું. સમાપન પ્રસંગે કાવા ઇવેન્ટ કમિટીનાં અધ્યક્ષ સારા મરિયમએ જણાવ્યું કે ભુવનેશ્વરમાં ખેલાડીઓને ઉત્તમ વાતાવરણ અને સુવિધાઓ મળી હતી, જ્યારે કાવાની સ્પર્ધાઓનું આયોજન સતત વધુ ગુણવત્તાસભર બની રહ્યું છે. તેમણે આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને કેઆઈઆઈટી યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
જાહેરાત












