Video: ભુવનેશ્વરમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ‘ઉમંગ 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ‘ઉમંગ 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલિંગા હોકી સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની વિશેષ ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. કાર્યક્રમમાં યુવાનો અને સમાજને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પોતાના સંબોધનમાં નશાની લતથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો
જાહેરાત
















