Video: ભુવનેશ્વરમાં દિવાળીના તહેવારને લઈને બજારોમાં રોનક જોવા મળી

ઓડિશાના ભુવનેશ્વરમાં દિવાળીના તહેવારને લઈને બજારોમાં રોનક જોવા મળી રહી છે. તહેવાર નજીક આવતાં જ શહેરના બજારો રંગબેરંગી લાઇટિંગ અને સજાવટથી શણગારવામાં આવ્યા છે. દિવાળીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સનો સ્ટોક વધાર્યો છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર દિવાળીને કારણે મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સની માંગમાં વધારો થયો છે
જાહેરાત







