SMAT 2026 / સતત ચાર બોલમાં ચાર વિકેટ... જમશેદ આલમે પોતાના T20 ડેબ્યુમાં મચાવી ધમાલ

રેલવેના 23 વર્ષીય બોલર જમશેદ આલમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના ડેબ્યુમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે T20 ડેબ્યુમાં સૌરાષ્ટ્ર સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી, જેનાથી તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય બોલર બન્યો. તેણે પોતાના T20 ડેબ્યુમાં પાંચ વિકેટ પણ લીધી. તેની શાનદાર બોલિંગે રેલવેને સૌરાષ્ટ્ર સામે જીત અપાવી.
યુપી T20 લીગ અને મુંબઈ T20 લીગમાં રમી ચૂકેલા જમશેદ આલમને પહેલીવાર રેલવે માટે સિનિયર ટીમમાં રમવાની તક આપવામાં આવી. સૌરાષ્ટ્ર સામે ડેબ્યુ કરતા જમશેદ આલમે પોતાના સ્પેલની પહેલી જ ઓવરમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી. તેણે સૌરાષ્ટ્રની ઈનિંગની ચોથી ઓવરના ત્રીજા બોલ પર હાર્વિક દેસાઈ, ચોથા બોલ પર પ્રેરક માંકડ, પાંચમા બોલ પર રુચિત આહિર અને છઠ્ઠા બોલ પર સમ્મર ગજ્જરને આઉટ કર્યા.
ત્રીજી વખત ભારતીય બોલરે ડેબ્યુ આ સિદ્ધિ મેળવી
જમશેદ આલમ પહેલા કર્ણાટકના અભિમન્યુ મિથુને નવેમ્બર 2019માં હરિયાણા સામે 20મી ઓવરમાં સતત ચાર વિકેટ લીધી હતી. વિદર્ભના દર્શન નાલકંડેએ પણ નવેમ્બર 2021માં કર્ણાટક સામે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. દર્શન નાલકંડેએ પણ 20મી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. જમશેદ આલમે તેના સ્પેલની પહેલી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ચાર ઓવરમાં 38 રન આપીને પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. એક અહેવાલ મુજબ, તે મેન્સ T20 ક્રિકેટમાં ડેબ્યુમાં પાંચ વિકેટ લેનાર છઠ્ઠો ભારતીય પણ બન્યો છે.
જમશેદ આલમ કોણ છે?
જમશેદ આલમે યુપી T20 લીગમાં મેરઠ મેવેરિક્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે સ્થાનિક અંડર-23 સ્પર્ધા, સીકે નાયડુ ટ્રોફીમાં રેલવે માટે પણ રમી ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં, તે T20 મુંબઈ લીગમાં આકાશ ટાઇગર્સ MWS માટે પણ રમ્યો હતો.
આ મેચમાં રેલવેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ આઠ વિકેટે 153 રન જ બનાવી શકી અને 29 રનથી મેચ હારી ગઈ.








