IND vs NZ / 'ખરાબ એક્શન...', ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંતની મસ્તી; યશસ્વી જયસ્વાલ બન્યો શિકાર

IND vs NZ / 'ખરાબ એક્શન...', ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંતની મસ્તી; યશસ્વી જયસ્વાલ બન્યો શિકાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારીને રિષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. તે SENA (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં સદી ફટકારનાર પહેલો એશિયન વિકેટકીપર અને છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો છે. આ પછી મેદાન પર ભારતની ફિલ્ડિંગ દરમિયાન પંતનો મજાકિયા અંદાજ જોવા મળ્યો હતો. તેણે શુભમન ગિલ પાસે પોતાને બોલિંગ આપવાની માંગણી કરી હતી. સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થયેલી તેની વાતચીતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ન્યુઝીલેન્ડની બીજી ઈનિંગની 29મી ઓવરમાં દેવદત્ત પડિક્કલે પાંચમો બોલ ફેંક્યો હતો. તેનો બોલ ટર્ન નહતો થઈ રહ્યો, પરંતુ તે થોડો ટર્ન થયો હતો. આ જોઈને રિષભ પંતે બૂમ પાડીને કહ્યું, "ફાઈનલી. દેવા ખાલે યહાં સે મેવા." આ સાંભળીને બોલર પણ પોતાનું હાસ્ય ન રોકી શક્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જાહેરાત

યશસ્વી જયસ્વાલ પણ પંતની મસ્તીનો બન્યો શિકાર!

વોશિંગ્ટન સુંદરની એક ઓવર દરમિયાન રિષભ પંતે શુભમન ગિલને કહ્યું, "હું લેગ સ્પિન નાખી શકું છું." ત્યારબાદ પોતાની બાજુમાં ઊભેલા યશસ્વી જયસ્વાલ તરફ જોઈને તેણે કહ્યું, "જો કોઈ ખરાબ એક્શન જોઈતી હોય તો જયસ્વાલ બોલિંગ કરી શકે છે."

પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવર દરમિયાન પણ સ્ટમ્પ માઈકમાં પંતનો મસ્તીભર્યો અવાજ રેકોર્ડ થયો હતો. તેણે કહ્યું, "ઈધર સે નહીં આયેગા સિંગલ, શી ઈઝ રેડી ટુ મિંગલ." આ સાંભળીને મેદાનમાં ઊભેલા તમામ ખેલાડીઓ હસી પડ્યા હતા.

ભારત-ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટની સ્થિતિ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની વાત કરીએ તો હવે ટીમ ઈન્ડિયા આ મેચ હારી શકે તેવી સ્થિતિમાં નથી અને તેની જીતની શક્યતાઓ પણ વધુ છે. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યુઝીલેન્ડે બીજી ઈનિંગમાં બે વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. ભારત પાસે હજુ પણ 233 રનની લીડ છે. હવે ટીમ ઈન્ડિયાએ જીત મેળવવા માટે અંતિમ દિવસે ન્યુઝીલેન્ડની બાકીની 8 વિકેટ ઝડપી લેવાની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત