IND vs PAK / દુબઈમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, ક્યાં અને ક્યારે ફ્રીમાં જોઈ શકશો મેચ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની સૌથી ચર્ચિત મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની સૌથી ચર્ચિત મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાશે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. ફેન્સ ઘરે બેઠા આ મેચ લાઈવ જોઈ શકશે. ભારત-પાકિસ્તાન મેચની સાથે, ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ ટીવી તેમજ મોબાઈલ પર પણ જોઈ શકાય છે.
આ વખતે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. તેણે આ મેચ 6 વિકેટથી જીતી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે બપોરે 2:30 વાગ્યાથી રમાશે. આ મેચ પછી, ટીમ ઈન્ડિયા પોતાની છેલ્લી ગ્રુપ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ફેન્સ આ બધી મેચ ટીવી અને મોબાઈલ પર જોઈ શકશે.
ભારત-પાકિસ્તાન મેચ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ JioHotstar એપ પર ફ્રીમાં જોઈ શકાય છે. આ માટે, તમારે તમારા મોબાઇલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરીને લોગ ઈન કરવું પડશે. ફેન્સ ટીવી પર ભારત-પાકિસ્તાન મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ જોઈ શકશે.
આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોપ પર છે. તેણે એક મેચ રમી છે અને જીતી છે. ન્યુઝીલેન્ડની નેટ રન રેટ +1.200 છે અને તેના 2 પોઈન્ટ છે. આ ગ્રુપમાં ભારત બીજા નંબરે છે. ભારતના પણ 2 પોઈન્ટ છે. પરંતુ તેની નેટ રન રેટ +0.408 છે. બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાન ચોથા સ્થાને છે. ગ્રુપ Bના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા ટોપ પર છે. સાઉથ આફ્રિકાના 2 પોઈન્ટ છે. તેણે એક મેચ રમી છે અને જીતી છે. અફઘાનિસ્તાને એક મેચ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેથી, તે સૌથી નીચે છે.






