IND vs PAK: UAEમાં પાકિસ્તાન વિરૂદ્ધ કેવો છે ભારતનો રેકોર્ડ, આંકડામાં સમજો ગણિત
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે જીત સાથે પ્રારંભ કર્યો છે. ભારતે પોતાની પ્રથણ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હર

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે જીત સાથે પ્રારંભ કર્યો છે. ભારતે પોતાની પ્રથણ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. હવે રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને હશે. બન્ને ટીમ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને હશે. ક્રિકેટ ફેન્સની નજર ભારત-પાકિસ્તાન મેચ પર છે. દુબઇમાં પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે તેના વિશે આપણે જાણીયે...
દુબઇમાં કઇ ટીમનું પલડુ છે ભારે
આંકડા જણાવે છે કે દુબઇમાં ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનું પલડુ ભારે રહ્યું છે. અત્યાર સુધી દુબઇમાં ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો 28 વખત થયો છે જેમાં પાકિસ્તાને ભારતને 19 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવવામાં માત્ર 9 વખત સફળ થઇ છે. આ આંકડાથી સ્પષ્ટ છે કે મોહમ્મદ રિઝવાનની આગેવાની ધરાવતી પાકિસ્તાનની ટીમનું પલડુ ભારે લાગી રહ્યું છે પણ ભારતીય ટીમનું વર્તમાન ફોર્મ પાકિસ્તાન કરતા સારૂ છે. આ આંકડા છતા ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી શકે છે.
વન ડે ફોર્મેટમાં ભારત Vs પાકિસ્તાન ઓવરઓલ હેડ ટુ હેડ રેકોર્ડ
વન ડે ફોર્મેટમાં ઓવરઓલ પાકિસ્તાનનું પલડુ ભારે છે. અત્યાર સુધી વન ડે ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો 135 વખત થયો છે જેમાં પાકિસ્તાને ભારતને 73 વખત હરાવ્યું છે જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 57 વખત હરાવ્યું છે. આ આંકડાથી સ્પષ્ટ છે કે વન ડે ફોર્મેટમાં ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનો રેકોર્ડ સારો છે. ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને હશે. હવે જોવાનું રહ્યું છે કઇ ટીમ બાજી મારે છે.
ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર
પાકિસ્તાનની સંભવિત ટીમ
ઇમામ ઉલ હક, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટ કીપર), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ, અબરાર અહમદ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન, કામરાન ગુલામ, ફહીમ અશરફ








