મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રાજકોટ T20માં કેપ્ટન સૂર્યા કરશે મોટા ફેરફાર, પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે આ ખેલાડીઓ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝનો ત્રીજો મુકાબલો આજે 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજ

રાજકોટ T20માં કેપ્ટન સૂર્યા કરશે મોટા ફેરફાર, પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે આ ખેલાડીઓ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝનો ત્રીજો મુકાબલો આજે 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજાશે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચમાં ભારતે અંગ્રેજોને કારમી હાર આપી છે. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં સાત વિકેટથી અને ચેન્નઈમાં 2 વિકેટથી જીત હાંસલ કરી હતી. આજે સાંજે રમાનારી ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા મુકાબલો જીતી પાંચ મેચોની T20 સિરીઝ જીતી શકે છે. 

આ પણ વાંચો: ટીવી પર ટેલિકાસ્ટ નહીં થાય વિરાટ કોહલીની રણજી મેચ? જાણો DDCA એ શું કહ્યું

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર

રાજકોટમાં રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ રમી શકે છે. શિવમને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ટીમમાં સામેલ કરાશે. નીતિશને સ્નાયુ ખેંચાઈ જતાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રિંકુ સિંહને પણ ઈજા થતાં તેના સ્થાને રમનદીપને લેવામાં આવી શકે છે. રિંકુને પીઠના નીચલા હિસ્સામાં ઈજા થઈ હતી. 

શિવમ સ્પિનરને હંફાવશે

T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન શિવમ દુબેએ મીડલ ઓવર્સમાં સ્પિનર્સ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું. આજની મેચમાં તે ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદને હંફાવે તેવી આશા ફેન્સે વ્યક્ત કરી છે. ઓલરાઉન્ડર રમનદીપ સિંહ પણ ચોગ્ગા-છગ્ગા ફટકારવા માટે જાણીતો છે, સાથે બોલિંગમાં પણ કારગર સાબિત થઈ શકે છે. બંને ઓલરાઉન્ડર ક્રિકેટર આ મેચમાં પોતાનો જાદુ ચલાવે છે કે નહીં તે તો સાંજે જ ખબર પડશે. શિવમે ભારત માટે 33 T20 મેચ રમી છે, જેમાં 448 રન અને 11 વિકેટ ઝડપી છે. રમનદીપે બે T20 મેચમાં 15 રન અને એક વિકેટ હાંસલ કરી હતી.

ધ્રુવ જુરેલ અને રવિ બિશ્નોઈને પણ બહાર કરવામાં આવશે

જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો ધ્રુવ જુરેલ  અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ટીમમાંથી બહાર થઈ શકે છે. બિશ્નોઈએ આ સિરીઝમાં અત્યાર સુધી એક પણ વિકેટ નથી લીધી. જ્યારે જુરેલ ચેન્નઈ T20માં ખાસ પરફોર્મ નથી કરી શક્યો, તે માત્ર ચાર રન બનાવી પવેલિયન ભેગો થયો હતો. આ મેચમાં સૌની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે. તે આ સિરીઝમાં કોઈ ખાસ રમી શક્યો નથી. 

આ પણ વાંચો: આજે રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સંજૂ સેમસનની શોર્ટ બોલ આ વખતે નબળી સાબિત થઈ છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ આ સિરીઝમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ત્રીજી મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે અત્યાર સુધીમાં સારૂ પરફોર્મ કર્યું હતું. બોલરમાં આર્ચર અને આદિલ રાશિદ પણ આક્રમક બોલિંગ માટૈ તૈયાર હોય તેવું જણાઈ રહ્યું છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

સંજૂ સેમસન (વિકેટ કિપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રમનદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટ કિપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.

ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચનું શેડ્યૂલ

  • ત્રીજી T20 - 28 જાન્યુઆરી, રાજકોટ
  • ચોથી T20 - 31 જાન્યુઆરી, પુણે
  • પાંચમી T20 - 2 ફેબ્રુઆરી,  મુંબઈ
  • પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી વનડે - 9 ફેબ્રુઆરી, કટક
  • ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી, અમદાવાદ

આ સમાચાર શેર કરો