મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIનો મોટો નિર્ણય: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કુલદીપ યાદવને ટીમમાંથી રિલીઝ કર્યો, આ છે કારણ

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યા

BCCIનો મોટો નિર્ણય: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કુલદીપ યાદવને ટીમમાંથી રિલીઝ કર્યો, આ છે કારણ

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તે પાંચ મેચની T20I સિરીઝ રમી રહી છે. તેની ત્રીજી મેચ 2 નવેમ્બરના રોજ હોબાર્ટ ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટથી જીત મેળવી હતી. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ રહેલા બોલર કુલદીપ યાદવને ત્રીજી T20I માં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે તેને ટીમમાંથી રિલીઝ પણ કરવામાં આવ્યો છે, જેના કારણે તે હવે ભારત પરત ફરશે.

આ કારણોસર BCCI એ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો

ટીમ ઈન્ડિયા 14 નવેમ્બરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ માટેની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, T20I સિરીઝના વચ્ચેથી કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

BCCIનું નિવેદન

કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી મુક્ત કરતા BCCIના નિવેદન અનુસાર, સ્વદેશ પરત ફર્યા બાદ, કુલદીપ દક્ષિણ આફ્રિકા A સામે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમ માટે રમશે. આ મેચ 6 નવેમ્બરના રોજ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે. આ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ભાગ લેવાથી કુલદીપ યાદવને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ પહેલા તેની તૈયારી વધુ સુધારવાની તક મળશે.

કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ પણ આ મેચ રમશે

સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ભારત અને દક્ષિણ આફ્રિકા A વચ્ચે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારતીય ટીમે પહેલી મેચ ત્રણ વિકેટથી જીતી હતી. બીજી મેચમાં કુલદીપ યાદવ ઉપરાંત, મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રમતા જોવા મળશે.

આ સમાચાર શેર કરો