મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paralympic 2024 / અવની લેખરા અને મોના અગ્રવાલે ફાઈનલમાં પ્રવેશ કર્યો, શૂટિંગમાં બે મેડલ મળવાની આશા

પેરિસમાં ઓલિમ્પિકના આયોજન બાદ હવે પેરાલિમ્પિક યોજાઈ રહ્યો છે, જેમાં ભારત તરફથી 84 પેરા એથ્લ

Paralympic 2024 / અવની લેખરા અને મોના અગ્રવાલે ફાઈનલમાં પ્રવેશ કર્યો, શૂટિંગમાં બે મેડલ મળવાની આશા

પેરિસમાં ઓલિમ્પિકના આયોજન બાદ હવે પેરાલિમ્પિક યોજાઈ રહ્યો છે, જેમાં ભારત તરફથી 84 પેરા એથ્લેટ્સ ભાગ લેવા પેરિસ પહોંચ્યા છે. પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતનું અભિયાન ગઈકાલથી શરૂ થઈ ગયું છે. આજે સ્પર્ધાના બીજા દિવસે પણ ભારતના ઘણા એથ્લેટ્સ એકશનમાં જોવા મળશે. ઓલિમ્પિકમાં ભારતના શૂટર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે પેરાલિમ્પિકમાં પણ ભારતના શૂટર્સ કમાલ કરી રહ્યા છે. 

વાસ્તવમાં, આજે ભારતીય પેરા શૂટર્સ અવની લેખારા અને મોના અગ્રવાલે વિમેન્સ 10 મીટર એર રાઈફલમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 6 સિરીઝ પૂરી થયા બાદ અવની બીજા સ્થાને અને મોના પાંચમા સ્થાને રહી હતી. હવે દેશને આ બંને પાસેથી મેડલની અપેક્ષા છે. વિમેન્સ 10 મીટર એર રાઈફલની ફાઈનલ આજે જ બપોરે 3:15 કલાકે યોજાશે.

આ સમાચાર શેર કરો