ભારત પ્રવાસ માટે જાહેર થઈ ઓસ્ટ્રેલિયાની સ્કવોડ, બંને ટીમો વચ્ચે રમાશે ટેસ્ટ અને ODI સિરીઝ

આવતા મહિને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસ પર આવશે, જે દરમિયાન બંને ટીમ વચ્ચે ટેસ્ટ અને ODI સિરીઝ રમાશે. આ પ્રવાસ સિનીયર ટીમનો નથી પરંતુ ઓસ્ટ્રેલિયા A ટીમ ભારત પ્રવાસ કરશે. જે માટે ઓસ્ટ્રેલિયા Aની સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં બંને ટીમો વચ્ચે 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમાશે. આ પછી, 3 અનઓફિશિયલ ODI મેચની સિરીઝ રમાશે. બંને ચાર દિવસીય ટેસ્ટ મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાશે. આ પછી, ODI સિરીઝ કાનપુરના ગ્રીન પાર્ક ખાતે યોજાશે.
એશિઝ સિરીઝ માટે સેમ કોન્સ્ટાસ માટે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાનો માર્ગ હવે થોડો મુશ્કેલ બની ગયો છે. ઓપનરની પસંદગી આગામી મહિને ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમમાં કરવામાં આવી છે. કોન્સ્ટાસ એકમાત્ર વર્તમાન ટેસ્ટ ખેલાડી છે જેને ઈન્ડિયા A સામે બે ફર્સ્ટ-ક્લાસ મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાનું સંપૂર્ણ ધ્યાન 2027ની શરૂઆતમાં આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પ્રવાસ માટે ઉભરતા ખેલાડીઓને તૈયાર કરવા પર છે. કૂપર કોનોલી, ટોડ મર્ફી અને નાથન મેકસ્વીની ઓસ્ટ્રેલિયા Aની 14 સભ્યોની ચાર દિવસીય ટીમમાં સામેલ છે.
ODI મેચો માટે ઓછી અનુભવી ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં 5 ખેલાડીઓ 21 વર્ષથી ઓછી ઉંમરના છે અને કોઈ 26 વર્ષથી વધુ ઉંમરનું નથી. મોટાભાગના રેડ બોલ ખેલાડીઓ શેફિલ્ડ શીલ્ડ સિઝનના શરૂઆતના રાઉન્ડ માટે ઘરે પરત ફરશે.
ઓસ્ટ્રેલિયા A ટીમ
ચાર દિવસીય મેચ માટે
ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, જેક એડવર્ડ્સ, એરોન હાર્ડી, કેમ્પબેલ કેલાવે, સેમ કોન્સ્ટાસ, નાથન મેકસ્વીની, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, ફર્ગ્યુસ ઓ'નીલ, ઓલિવર પીક, જોશ ફિલિપ, કોરી રોચિચિઓલી, લિયામ સ્કોટ.
ODI માટે
કૂપર કોનોલી, હેરી ડિક્સન, જેક એડવર્ડ્સ, સેમ એલિયટ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, મેકેન્ઝી હાર્વે, ટોડ મર્ફી, તનવીર સંઘા, લિયામ સ્કોટ, લેચી શો, ટોમ સ્ટ્રેકર, વિલ સધરલેન્ડ, કેલમ વિડલર.
ઓસ્ટ્રેલિયા Aનો ભારત પ્રવાસ
16-19 સપ્ટેમ્બર: પહેલી ચાર દિવસીય મેચ, એકાના સ્ટેડિયમ, લખનૌ
23-26 સપ્ટેમ્બર: બીજી ચાર દિવસીય મેચ, એકાના સ્ટેડિયમ, લખનૌ
30 સપ્ટેમ્બર: પહેલી ODI, ગ્રીન પાર્ક, કાનપુર
3 ઓક્ટોબર: બીજી ODI, ગ્રીન પાર્ક, કાનપુર
5 ઓક્ટોબર: ત્રીજી ODI, ગ્રીન પાર્ક, કાનપુર

