IND-W vs AUS-W / ઓસ્ટ્રેલિયા એ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; જાણો પ્લેઈંગ ઈલેવન
ICC વિમેન્સ ODI વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રિ છે. જેમાં ઓસ્ટ્રેલિયા વિ

ICC વિમેન્સ ODI વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રિ છે. જેમાં ઓસ્ટ્રેલિયા વિમેન્સ ટીમે ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની નજર ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને ફાઈનલમાં પહોંચવા પર હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફારો થયા છે. પ્રતિકા રાવલની જગ્યાએ શેફાલી વર્મા આવી છે. ઉમા છેત્રી અને હરલીન દેઓલની જગ્યાએ રિચા ઘોષ અને ક્રાંતિ ગૌડની વાપસી થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ બે ફેરફાર થયા છે. જ્યોર્જિયા વેરહામની જગ્યાએ સોફી મોલિન્યુને તક આપવામાં આવી છે અને જ્યોર્જિયા વોલની જગ્યાએ કેપ્ટન એલિસા હીલીએ વાપસી કરી છે. આ સેમીફાઈનલ જીતનારી ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે. સાઉથ આફ્રિકાએ પ્રથમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 125 રનથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. ફાઈનલ મેચ 2 નવેમ્બરના રોજ રમાશે.
સેમીફાઈનલ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, રિચા ઘોષ, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરાણી, રેણુકા સિંહ ઠાકુર.
ઓસ્ટ્રેલિયા: ફોબી લિચફિલ્ડ, એલિસા હીલી (વિકેટકીપર/કેપ્ટન), એલિસ પેરી, બેથ મૂની, એનાબેલ સધરલેન્ડ, એશલે ગાર્ડનર, તાહલિયા મેકગ્રાથ, સોફી મોલિનેક્સ, અલાના કિંગ, કિમ ગાર્થ, મેગન શૂટ.






