વુમન્સ T20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર થવાના આરે
મહિલા ટી-20 વર્લ્ડકપમાં રવિવારે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શારજાહમાં ખેલાયો હતો. જેમાં કાંગારૂની ટીમે ટોસ જીતી

મહિલા ટી-20 વર્લ્ડકપમાં રવિવારે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શારજાહમાં ખેલાયો હતો. જેમાં કાંગારૂની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 142 રન જ બનાવી શકી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાનો સેમિફાઈનલમાં પ્રવેશવાનો માર્ગ મુશ્કેલ થઈ ગયો છે.
ટોપ ઓર્ડરનો ધબડકો
ઓસ્ટ્રેલિયાએ આપેલા 152 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ફરી એકવાર ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. સ્મૃતિ મંધાના(6), જેમિમાહ રોડ્રિગ્ઝ(16), શેફાલી વર્મા(20) રન બનાવીને આઉટ થઈ હતી. એકમાત્ર કેપ્ટન હરમનપ્રીત કૌર ફિફ્ટી ફટકારી હતી. હરમનપ્રીતે 47 બોલમાં 6 ફોરની મદદથી 54 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં એન્ટ્રી
નોંધનીય છે કે, ગ્રૂપ-Aમાં ભારત ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. શ્રીલંકાની ટીમ પહેલાથી જ ટોપ-4ની રેસમાંથી બહાર છે. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ બંનેમાંથી એક ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયાંકા પાટિલ, રાધા યાદવ અને રેણુકા સિંહ.
ઓસ્ટ્રેલિયા: બેથ મૂની, ગ્રેસ હેરિસ, એલિસ પેરી, તાહલિયા મેકગ્રા (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, ફોબી લિચફિલ્ડ, જ્યોર્જિયા વેરહેમ, એનાબેલ સધરલેન્ડ, સોફી મોલિનક્સ, મેગન શટ અને ડાર્સી બ્રાઉન.








