Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia announced squads for ODI and T20I series

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ ODI અને T20I સિરીઝ માટે જાહેર કરી ટીમ, 3 વર્ષ બાદ થઈ આ ખેલાડીની વાપસી

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ ODI અને T20I સિરીઝ માટે જાહેર કરી ટીમ, 3 વર્ષ બાદ થઈ આ ખેલાડીની વાપસી
સોર્સ : Google

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. આ પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થશે. આ પ્રવાસ પર બંને ટીમો 3 મેચની ODI સિરીઝ અને  ત્યારબાદ 5 મેચની T20I સિરીઝ રમશે. આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. હવે, ઓસ્ટ્રેલિયાએ પણ તેની ટીમની જાહેરાત કરી છે.

App Store

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ODI અને T20I સિરીઝ બંને માટે તેની ટીમનું નામ જાહેર કર્યું છે. સિલેકશન કમિટીએ ODI સિરીઝની બધી મેચ અને T20I સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી છે. મિચેલ સ્ટાર્ક ODI ટીમમાં પાછો ફર્યો છે. ઈજાને કારણે પાછલી સિરીઝમાંથી બહાર રહેનાર મેટ શોર્ટ પણ વાપસી કરી રહ્યો છે. દરમિયાન, સાઉથ આફ્રિકા સામે T20I સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલો મિચેલ ઓવેન હવે સંપૂર્ણપણે ફિટ છે અને ટીમમાં પાછો ફર્યો છે. માર્નશ લાબુશેનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે ટીમને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પેટ કમિન્સને એકપણ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. તેના બદલે મિચેલ માર્શ બંને ટીમની કમાન સાંભળશે. 

આ ખેલાડીએ 3 વર્ષ પછી કરી વાપસી

મેથ્યુ રેનશોને પણ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે2022 પછી પહેલીવાર ટીમમાં પાછો ફર્યો છે. રેનશોએ ઓસ્ટ્રેલિયા A અને ક્વીન્સલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એલેક્સ કેરી ODI સિરીઝની પહેલી મેચ મિસ કરશે કારણ કે તે એડિલેડ ઓવલ ખાતે ક્વીન્સલેન્ડ સામે શેફિલ્ડ શીલ્ડનો બીજો રાઉન્ડ રમશે. તેની ગેરહાજરીમાં જોશ ઈંગ્લિસ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે.

જોશ ઈંગ્લિસ અને નાથન એલિસ T20I ટીમમાં પાછા ફર્યા છે. ઈંગ્લિસ ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે, જ્યારે એલિસ તેના પહેલા બાળકના જન્મ પછી ટીમમાં પાછો ફર્યો છે. જોકે, ગ્લેન મેક્સવેલ કાંડાના ફ્રેક્ચરના કારણે બહાર છે. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન ODI સિરીઝ પછી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે ઘરેલુ ક્રિકેટ રમીને ટેસ્ટ સિઝન માટે પોતાની તૈયારી ચાલુ રાખશે.

ટીમનું ધ્યાન T20 વર્લ્ડ કપની તૈયારીઓ પર

સિલેકશન કમિટીના અધ્યક્ષ, જ્યોર્જ બેલીએ જણાવ્યું હતું કે, ODI સિરીઝઅને T20I સિરીઝની પહેલી બે મેચ માટે ટીમોની પસંદગી કરી છે, જેથી ખેલાડીઓને સ્થાનિક સિઝન અને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયારી કરવા માટે સમય મળી શકે. T20I ટીમનો મોટોભાગ સાથે રહેશે કારણ કે તે આગામી વર્ષના વર્લ્ડ કપની તૈયારી માટે મહત્ત્વપૂર્ણ છે.

ODI ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વાર્શિયસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિચેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા.

T20I ટીમ (પ્રથમ બે મેચ): મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન દ્વાર્શિયસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મેથ્યુ કુહનેમન, મિચેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમ

ODI ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ.

T20I ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.