Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : /kl-rahul-has-a-chance-to-complete-4000-runs-in-test-cricket-india-vs-west-indies-2nd-test-

IND vs WI: બીજી ટેસ્ટમાં કેએલ રાહુલ પાસે 4000 રન પૂરા કરવાની તક, ફક્ત 111 રનની જરૂર

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI: બીજી ટેસ્ટમાં કેએલ રાહુલ પાસે 4000 રન પૂરા કરવાની તક, ફક્ત 111 રનની જરૂર
સોર્સ : GSTV

10થી 14 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. જેમાં ભારતના બેટ્સમેન કેએલ રાહુલ પાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે. દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ બે મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં વિરોધી ટીમને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવી હતી. જેમાં કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. હવે બીજી ટેસ્ટમાં તેની પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે.

App Store

ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂરા કરવાની તક

જો કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં 111 રન બનાવે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂરા કરશે. આ સાથે તે ટેસ્ટ રનના સંદર્ભમાં ડેશિંગ ઓપનર મુરલી વિજયને પાછળ છોડી દેશે. વિજયે ભારતીય ટીમ માટે 61 ટેસ્ટ મેચમાં કુલ 3982 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ માટે 11 સદી બનાવી

કેએલ રાહુલે 2014માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમની બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે 64 ટેસ્ટ મેચોમાં કુલ 3889 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 19 અડધી સદી સામેલ છે. 2014થી 2025 સુધીમાં ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 199 છે. હવે રાહુલની નજર ટેસ્ટમાં તેના 4000 રન પૂરા કરવા ટકેલી હશે.