D Gukesh News: અમેરિકન ખેલાડી હિકારુ નાકામુરાએ ભારતના ગુકેશનું અપમાન કર્યું

યુએસએએ ભારત સામે ચેસની 'ચેકમેટ ઇવેન્ટ'માં 5-0થી શાનદાર જીત મેળવી. આ જીતમાં ગ્રાન્ડમાસ્ટર હિકારૂ નાકામુરાએ વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, અમેરિકાના આર્લિંગ્ટનમાં રમાયેલી આ પહેલી ઇવેન્ટમાં જાપાનમાં જન્મેલા આ અમેરિકન ખેલાડીએ જીતની ઉજવણી જે રીતે કરી, તેનાથી મોટો વિવાદ ઊભો થયો છે.
'કિંગ' ઉઠાવીને દર્શકો તરફ ફેંકી દીધો
નાકામુરાએ ડી. ગુકેશને હરાવ્યા પછી તેનો 'કિંગ' (ચેસમાં વપરાતી વસ્તુ) ઉઠાવીને દર્શકો તરફ ફેંકી દીધો. તેની આ હરકત અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોએ તેને અપમાનજનક ગણાવ્યું, જ્યારે કેટલાક લોકોએ તેને તેના વિનિંગ સેલિબ્રેશનનો એક ભાગ ગણાવ્યો. નાકામુરાએ જે રીતે સેલિબ્રેશન કર્યું તેનો વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
હિકારૂ નાકામુરાએ ડી. ગુકેશનો 'કિંગ' ફેંક્યો
જે વીડિયો વાયરલ થયો, તેમાં જોઈ શકાય છે કે જ્યારે ગ્રાન્ડમાસ્ટર હિકારૂ નાકામુરાએ ગુકેશનો 'કિંગ' દર્શકો તરફ ફેંક્યો, ત્યારે ગુકેશ મેચ પૂરી થયા પછી ચેસના મોહરાને પાછા પોતાની જગ્યાએ ગોઠવતો જોવા મળ્યો, આ માટે લોકોએ તેના ઘણા વખાણ કર્યા. ડી. ગુકેશ પર સામે મેળવ્યા બાદ નાકામુરાએ કહ્યું હતું કે, 'હું જીતી રહ્યો હતો, દર્શકો પણ આ વાત જાણતા હતા, તેથી જ્યારે શોર થયો ત્યારે હું ખૂબ ખુશ હતો.' આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ પાસે જીતની તકો હતી, પરંતુ યુએસએએ અંતિમ ક્ષણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તમામ મુકાબલા પોતાના નામે કર્યા હતા.

