India Women vs Pakistan Women: એશિયા કપ ટ્રોફી વિવાદ યથાવત, ટોસ પછી "નો હેન્ડશેક"

ભારત મહિલા vs પાકિસ્તાન મહિલાના ટોસમાં પણ એશિયા કપ ટ્રોફી વિવાદ યથાવત જોવા મળ્યો છે. આજે મહિલા ODI WCમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ટોસ સમયે ભારતની કેપ્ટન હરમનપ્રીત અને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ એકબીજાને અવગણ્યા હતા. તેમણે હેન્ડશેક કર્યા ન હતા.
બંને કેપ્ટનોએ હાથ ના મિલાવ્યા
આજની મેચ ટોસ થઈ ગયો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે એક મોટા સમાચાર છે. જેમાં મુખ્ય મુદ્દો એ છે કે મહિલા ખેલાડીઓએ પણ હાથ મિલાવ્યા ન હતા. ટોસ પછી કોઈ પણ કેપ્ટને શુભેચ્છાઓ આપવા માટે પહેલ કરી ન હતી. બંને મહિલા કેપ્ટનોએ પોતપોતાના ઇન્ટરવ્યુ આપ્યા અને ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા ગયા હતા.
"નો હેન્ડશેક" વિવાદ
તાજેતરમાં સમાપ્ત થયેલા એશિયા કપ 2025 દરમિયાન ભારતીય પુરુષ ટીમ દ્વારા આ કામ શરૂ થયું હતુ. જેમાં પાકિસ્તાન સામે નો-હેન્ડશેક પ્રોટોકોલ ચાલુ કરાયો હતો.

