IND vs AUS ODIમાં આ 5 ખેલાડીઓને જગ્યા ના મળી, જાણો તેનું કારણ

4 ઓક્ટોબર, શનિવારના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર થઈ હતી. જેમાં ODI સિરિઝ માટે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહથી લઈને હાર્દિક પંડ્યા સહિત આ 5 ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. તેેમને ઓસ્ટ્રેલિયા ODI સિરિઝ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરથી ત્રણ મેચની ODI સિરિઝ રમાશે.
બુમરાહ અને હાર્દિકને પડતા મૂકાયા
આ સિરિઝ માટે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહ T20 ટીમમાં સામેલ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ભારતની ODI ટીમમાંથી તેને બાકાત રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા પણ ઈજાને કારણે ટીમની બહાર છે. પંડ્યા એશિયા કપ 2025ની ફાઇનલ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે પાકિસ્તાન સામેની ફાઇનલમાં રમી શક્યો ન હતો અને હવે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ સાથે નથી.
વરુણ ચક્રવર્તી અને સંજુ સેમસન ટીમથી બહાર
ભારતનો સ્ટાર બોલર વરુણ ચક્રવર્તી અને સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન ઓસ્ટ્રેલિયા સામેની T20 ટીમમાં સામેલ છે, પરંતુ ODI સિરિઝ માટે તેમની પસંદગી ના થઈ. વરુણ ચક્રવર્તી અને સેમસનને પણ એશિયા કપ માટે ભારતની T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ODI ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
મોહમ્મદ શમી પણ ટીમમાં નથી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયામાં વનડે સિરિઝ માટે પસંદ કરાયો નથી. ભારતે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વનડે રમી હતી, અને શમી તે સમયે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. શમી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનનો પણ ભાગ હતો, પરંતુ હવે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

