મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અરુણસિંહ ધુમલ IPL ચેરમેન તરીકે કાર્યરત રહેશે, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ છે અરૂણસિંહ

અરુણ ધુમલ નવેમ્બર 2022થી ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસો

અરુણસિંહ ધુમલ IPL ચેરમેન તરીકે કાર્યરત રહેશે, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ છે અરૂણસિંહ

અરુણ ધુમલ નવેમ્બર 2022થી ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) ના પ્રમુખ રહી ચૂક્યા છે. અરુણ ધુમલ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમલના પુત્ર અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ છે.

અરુણ ધુમલ 2002 માં સંત વાલ્વ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. વર્ષ ૨૦૧૪ માં, તેમને જયાદિત્ય હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

અરુણનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૭૬ના રોજ હિમાચલ પ્રદેશના હમીરપુરમાં થયો હતો. તે એક રાજકીય પરિવારનો છે. તેમની માતા શીલા દેવી છે. તેમણે ૨૭ મે ૨૦૦૩ ના રોજ વસુધા ઠાકુર સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. તેમની પુત્રીનું નામ નયનતારા ધુમલ અને પુત્રનું નામ ધ્રુવ પ્રતાપ સિંહ છે.

આ સમાચાર શેર કરો