મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અરશદ નદીમની થઈ શકે છે એન્ટ્રી, બની શકે છે ડ્રેસિંગરૂમનો હિસ્સો

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 21 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે પા

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અરશદ નદીમની થઈ શકે છે એન્ટ્રી, બની શકે છે ડ્રેસિંગરૂમનો હિસ્સો

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 21 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન માટે ઓલંપિક ગોલ્ડ જીતનારા અરશદ નદીમ માટે નવા સમાચાર આવી રહ્યા છે. અરશદ નદીમ પાકિસ્તાન ટીમનો ભાગ બની શકે છે. અરશદ નદીમ 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં જોવા મળી શકે છે. મળતા રિપોર્ટ મુજબ અરશદ નદીમને પાકિસ્તાની ટીમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો તે આ પ્રસ્તાવ સ્વીકારશે તો તેની ક્રિકેટમાં એન્ટ્રી થઈ શકે છે. 

જણાવી દઈએ કે, અરશદ નદીમ ભાલા ફેંકની રમતમાં આવ્યા પહેલા ક્રિકેટ પણ રમતો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં પ્રવેશ્યા બાદ તેની ભૂમિકા કોઈ ખેલાડીની નહીં પરંતુ તે ટીમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવા માટે કામ કરશે. તે પાકિસ્તાની ખેલાડીઓનું મનોબળ વધારવા માટે કામ કરશે. ટી20 વર્લ્ડ કપ 2024માં નિષ્ફળતા બાદ રમાવા જઈ રહેલી પ્રથમ શ્રેણીમાં ખેલાડીઓ માટે મનોબળ વધારવું જરૂરી છે.  

મનમાં સવાલ થાય કે, અરશદ નદીમને પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સામેલ થવાનું આમંત્રણ કોણે આપ્યું? આ કામ પાકિસ્તાન ટીમ વતી તેમના કોચ જેસન ગિલેસ્પીએ આપ્યું છે. ગિલેસ્પીએ કહ્યું કે અમે અરશદ નદીમને અમારા ડ્રેસિંગ રૂમમાં બોલાવવા માંગીએ છીએ. ઓલિમ્પિક દરમિયાન તમામ ક્રિકેટરોએ તેને પ્રોત્સાહિત કર્યો હતો. આવી સ્થિતિમાં જો ગોલ્ડ મેડલ જીતીને વાપસી કરનાર નદીમ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમનો હિસ્સો બને તો આનાથી સારું બીજું કંઈ નહીં હોય. અત્યારે આખા પાકિસ્તાનમાં તેની ચર્ચા થઈ રહી છે એટલે જ અમે તેને ટીમમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે.

અરશદ નદીમ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડીઓ સાથે મુલાકાત કરી શકે છે, જેનાથી આ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધુ વધશે. કોચ ગિલેસ્પી ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન શાન મસૂદે પણ અરશદ નદીમની પ્રશંસા કરી હતી. તેની સફળતા અમને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે. 

અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 92.97 મીટર ભાલો ફેંકીને નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.  

આ સમાચાર શેર કરો