BCCI AGM / નવા અધ્યક્ષ સિવાય અન્ય સભ્યોની પણ થઈ નિમણૂક, સામાન્ય સભામાં લેવાયા આ નિર્ણયો

BCCI ની 94મી વાર્ષિક સામાન્ય સભા બાદ, બોર્ડના નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. મિથુન મન્હાસ હવે નવા અધ્યક્ષ બન્યા છે. વધુમાં, સિલેકશન પેનલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર્સ પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને સિલેકશન કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાયેલી BCCIની 94મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. BCCI અધ્યક્ષ તરીકે રોજર બિન્નીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. અત્યાર સુધી, રાજીવ શુક્લા કાર્યકારી અધ્યક્ષ હતા, પરંતુ મિથુન મનહાસ હવે કાર્યભાર સંભાળશે.
BCCI AGMમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો
1. BCCI પદાધિકારીઓ
- અધ્યક્ષ: મિથુન મન્હાસ
- ઉપાધ્યક્ષ: રાજીવ શુક્લા
- સચિવ: દેવજીત સૈકિયા
- સંયુક્ત સચિવ: પ્રભતેજ ભાટિયા
- ખજાનચી: એ. રઘુરામ ભટ
2. સામાન્ય સભાના એક પ્રતિનિધિની પસંદગી કરવામાં આવી
- જયદેવ શાહ
3. IPL ગવર્નિંગ કાઉન્સિલમાં બે પ્રતિનિધિઓ ચૂંટાયા
- અરુણ સિંહ ધુમલ
- એમ. ખૈરુલ જમાલ મજુમદાર
4. નાણાકીય વર્ષ 2024-25 માટેના ઓડિટેડ હિસાબો સામાન્ય સભા દ્વારા પસાર અને મંજૂર કરવામાં આવ્યા હતા.
5. નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક બજેટ સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.
6. મેન્સ ટીમ સિલેકશન કમિટીના સભ્યો
- અજિત અગરકર (અધ્યક્ષ)
- શિવ સુંદર દાસ
- અજય રાત્રા
- આરપી સિંહ
- પ્રજ્ઞાન ઓઝા
આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝાને મેન્સ સિલેકશન કમિટીમાં નવા સભ્યો તરીકે ઉમેરવામાં આવ્યા છે.
7 વિમેન્સ ટીમ સિલેકશન કમિટીના સભ્યો
- અમિતા શર્મા (અધ્યક્ષ)
- શ્યામા ડે
- સુલક્ષણા નાઈક
- જયા શર્મા
- શ્રાવંતી નાયડુ
વિમેન્સ ટીમ સિલેકશન કમિટીમાં અમિતા શર્મા, સુલક્ષણા નાઈક, જયા શર્મા અને શ્રાવંતી નાયડુની નવી નિમણૂક કરવામાં આવી છે.
8. જુનિયર ક્રિકેટ કમિટીના સભ્યો
- એસ શરથ (અધ્યક્ષ)
- હરવિંદર સોઢી
- પથિક પટેલ
- કૃષ્ણ મોહન
- રાણાદેબ બોઝ
એસ. શરથને જુનિયર ક્રિકેટ કમિટીમાં નવા નિમણૂક કરવામાં આવ્યા છે.
9. WPL કમિટીના સભ્યો
- જયેશ જ્યોર્જ (અધ્યક્ષ)
- મિથુન મન્હાસ
- રાજીવ શુક્લા
- દેવજીત સૈકિયા
- પ્રભતેજ ભાટિયા
- એ. રઘુરામ ભટ
- મધુમતી લેલે
- સંજય ટંડન
- આરઆઈ પલાની
- અરુણ સિંહ ધૂમલ
10. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્યો
- રોહન જેટલી (અધ્યક્ષ)
- મિથુન મન્હાસ
- રાજીવ શુક્લા
- દેવજીત સૈકિયા
- પ્રભતેજ ભાટિયા
- એ. રઘુરામ ભટ
- અનિરુદ્ધ ચૌધરી
- સના સતીશ બાબુ

