Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Nepal historic win against West Indies T20I

Asia Cup 2025માંથી બહાર રહેલા નેપાળે સર્જ્યો મોટો અપસેટ, બે વખતના વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025માંથી બહાર રહેલા નેપાળે સર્જ્યો મોટો અપસેટ, બે વખતના વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
સોર્સ : Google

વેસ્ટ ઈન્ડિઝ અને નેપાળ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝનો પહેલો મુકાબલો 27 સપ્ટેમ્બર, શનિવારના રોજ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયો હતો. આ મેચમાં નેપાળે વેસ્ટ ઈન્ડિઝને 19 રનથી હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નેપાળે 8 વિકેટે 148 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 20 ઓવરમાં 9 વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું.

App Store

નેપાળી ટીમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફુલ મેમ્બર ટીમ (ટેસ્ટ રમનારી ટીમ) સામે આ પહેલો વિજય હતો. નોંધનીય છે કે નેપાળી ટીમ એશિયા કપ 2025 માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ હવે તેણે T20 ક્રિકેટમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટોમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે.

નેપાળી ટીમે 2014ના T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી, પરંતુ તે સમયે અફઘાનિસ્તાન એસોસિયેટ ટીમ હતી. નેપાળને ફુલ મેમ્બર ટીમ સામે પ્રથમ જીત મેળવવા માટે 180 મેચનો સમય લાગ્યો. નેપાળ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી.

આવી રહી હતી મેચ

ટોસ હારીને બેટિગ કરવા આવેલા નેપાળની શરૂઆત ખરાબ રહી, તેણે 12 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત પૌડેલ (38 રન) અને કુશલ મલ્લા (30 રન) એ ત્રીજી વિકેટ માટે 58 રનની પાર્ટનરશિપ સાથે ઈનિંગને સ્થિર કરી. ગુલશન ઝા (22 રન) અને દીપેન્દ્ર સિંહ એરી (17 રન) પણ બે આંકડાના રન સુધી પહોંચ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ લીધી, જ્યારે ડેબ્યુટન્ટ નવીન બિદાઈસીએ 3 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ફિલ્ડિંગ સામાન્ય રહી, જેના કારણે નેપાળ સારા સ્કોર સુધી પહોંચી શક્યું.

ટાર્ગેટ ચેઝ કરતી વખતે, કેરેબિયન ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી દીધી. કાઈલ મેયર્સ 5 રન બનાવીને રન આઉટ થયો, જ્યારેડેબ્યુટન્ટ અકીમ ઓગસ્ટે (15 રન), આમિર જંગુ (19 રન) અને કીસી કાર્ટી (16 રન) ખાસ યોગદાન ન આપી શક્યા. છેલ્લી 5 ઓવરમાં, નવીન બિદાઈસી (22 રન), ફેબિયન એલન (19 રન) અને કેપ્ટન અકીલ હુસૈન (18 રન) એ થોડી આશા જગાવી, પરંતુ તે જીત મેળવવા માટે પુરતું નહતું. નવીન બિદાઈસી 25 બોલમાં 22 રન બનાવીને હિટ વિકેટ આઉટ થયો હતો. નેપાળ માટે કુશલ ભુર્તેલ બે વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો. રોહિત પૌડેલ, લલિત રાજબંશી, કરણ કેસી, દીપેન્દ્ર એરી અને નંદન યાદવે 1-1 વિકેટ લીધી. રોહિત પૌડેલને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

T20I ડેબ્યુમાં હિટ વિકેટ થનારા બેટ્સમેન

  • હેડન વોલ્શ (યુએસએ) vs UAE, દુબઈ, 2019
  • નવીન બિદાઈસી (વેસ્ટ ઈન્ડિઝ) vs નેપાળ, શારજાહ, 2025

નેપાળ દ્વારા ડિફેન્ડ કરાયેલ સૌથી ઓછો સ્કોર (T20I)

  • 117/8 vs ઓમાન, અલ અમેરાત, 2022
  • 141/5 vs અફઘાનિસ્તાન, ચિત્તાગોંગ, 2014 વર્લ્ડ કપ
  • 148/8 vs વેસ્ટ ઈન્ડિઝ, શારજાહ, 2025*
  • 149/8 vs હોંગકોંગ, ચિત્તાગોંગ, 2014 વર્લ્ડ કપ