Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : If Hardik Pandya rule out then who will replace him

IND vs PAK / હાર્દિક પંડ્યા બહાર થયો તો કોણ લેશે સ્ટાર ઓલરાઉન્ડરનું સ્થાન? ટીમનું ટેન્શન વધ્યું

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / હાર્દિક પંડ્યા બહાર થયો તો કોણ લેશે સ્ટાર ઓલરાઉન્ડરનું સ્થાન? ટીમનું ટેન્શન વધ્યું
સોર્સ : ESPNcricinfo

એશિયા કપ 2025ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન ઓછું થવાના કોઈ સંકેત નથી દેખાતા. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે તેની છેલ્લી મેચ રમી હતી, જેમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. તેની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી આવ્યું.

App Store

શું હાર્દિક ફાઈનલમાંથી બહાર થશે?

ટીમ ઈન્ડિયાએ 26 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા સામે તેની છેલ્લી સુપર-4 મેચ રમી હતી, જે મેચ ટીમે સુપર ઓવરમાં જીતી હતી. હાર્દિક પંડ્યાએ તે મેચમાં પહેલી ઓવર ફેંકી હતી. ત્યારબાદ તે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો અને ફરી ફિલ્ડિંગ કરવા નહતો આવ્યો. મેચ પછી, ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ, મોર્ને મોર્કેલે જણાવ્યું હતું કે હાર્દિકને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.

આ પછી, કોચે કહ્યું કે કંઈપણ કહી શકાય તે પહેલા હાર્દિકની તપાસ કરવામાં આવશે. જોકે, મેચ શરૂ થવામાં થોડા કલાકો બાકી હોવા છતાં, હાર્દિક રમશે કે નહીં તે અંગે કોઈ તાજેતરનું અપડેટ નથી આવ્યું. આનાથી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે.

હાર્દિકનું સ્થાન કોણ લઈ શકે છે?

હવે મોટો પ્રશ્ન એ તેની જગ્યાએ કોણ પ્લેછે કે, જો હાર્દિક પંડ્યાની ઈજા વધુ ગંભીર બને છે અને તે ફાઈનલમાંથી બહાર થઈ જાય છે, તો પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન કોણ લેશે? શિવમ દુબે પહેલાથી જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન છે, તેથી ટીમ ઇન્ડિયા વધારાના ફાસ્ટ બોલરનો વિકલ્પ પસંદ કરી શકે છે, જે ભૂમિકામાં અર્શદીપ સિંહ સંપૂર્ણ રીતે ફિટ થશે. અર્શદીપ સિંહ છેલ્લે શ્રીલંકા સામે રમતા જોવા મળ્યો હતો, પરંતુ તે મેચ માટે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે અર્શદીપને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી. હવે, જસપ્રીત બુમરાહ પણ ફાઈનલમાં પરત ફરશે, તેથી ટીમ ઈન્ડિયા બુમરાહ અને અર્શદીપ સિંહ સાથે મેદાનમાં ઉતરી શકે છે.