Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sheetal Devi wins gold medal at World Para Archery Championships

શીતલ દેવીએ વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, 18 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
શીતલ દેવીએ વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, 18 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ
સોર્સ : Google

ભારતની 18 વર્ષની પેરા આર્ચર શીતલ દેવીએ ચીનના ગુઆંગઝુમાં ચાલી રહેલી વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. શીતલ દેવી હાથનો ઉપયોગ કર્યા વિના ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ પેરા આર્ચર બની છે. શીતલ દેવીએ મહિલા કમ્પાઉન્ડ પર્સનલ ઈવેન્ટમાં તુર્કીની નંબર 1 આર્ચર ઓઝનુર ક્યુર ગિર્ડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

App Store

શીતલ 146-143ના માર્જિનથી ગોલ્ડ મેડલ જીત્યો

વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ પર્સનલ ઈવેન્ટમાં ભારતની શીતલ દેવી અને તુર્કીની ઓઝનુર ક્યુર ગિર્ડી વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. ટાઈટલ મેચનો પ્રથમ રાઉન્ડ બંને પેરા આર્ચર્સ 29-29ના સ્કોર સાથે સમાપ્ત થયો. ત્યારબાદ શીતલ બીજા રાઉન્ડમાં લીડ લેવાનું શરૂ કર્યું, સતત ત્રણ 10-10 શોટ ફટકારીને 30-27ની લીડ મેળવી. ત્રીજા રાઉન્ડમાં બંને ખેલાડીઓ વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જેનો સ્કોર 29-29 પર ટાઈ રહ્યો. ચોથા રાઉન્ડમાં, શીતલે કુલ 28 પોઈન્ટ બનાવ્યા, જ્યારે તુર્કીની ખેલાડી ગિર્દીએ 29 પોઈન્ટ બનાવ્યા. ચાર રાઉન્ડ પછી, કુલ સ્કોર 116-114 હતો, જેમાં શીતલ હજુ પણ બે પોઈન્ટથી આગળ હતી.

શીતલે અંતિમ રાઉન્ડમાં કમાલ કરી

બધાની નજર મેચના અંતિમ રાઉન્ડ પર હતી, જ્યાં 18 વર્ષીય ભારતીય પેરા આર્ચર ખેલાડી શીતલ દેવીએ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ શોટમાં કુલ 30 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો. પાંચમા રાઉન્ડના અંતે, શીતલનો સ્કોર 146 હતો, જ્યારે તુર્કીની ખેલાડી ઓઝનુર ક્યુર ગિર્ડી 143ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી. શીતલ આ ઈવેન્ટમાં હાથ વગરની એકમાત્ર પેરા આર્ચર છે અને નિશાન સાધવા માટે તેના પગનો ઉપયોગ કરે છે.