Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Another bowler of West Indies team ruled out from test series against India

IND vs WI / ટેસ્ટ સિરીઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો વધુ એક ઝટકો, શમર જોસેફ બાદ અન્ય ખેલાડી બહાર થયો

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / ટેસ્ટ સિરીઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો વધુ એક ઝટકો, શમર જોસેફ બાદ અન્ય ખેલાડી બહાર થયો
સોર્સ : Google

બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારત પ્રવાસે આવેલી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમ શમર જોસેફની ઈજાથી પહેલાથી જ પરેશાન હતી અને હવે તેનો વધુ એક ખેલાડી ઈજાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ જાહેરાત કરી છે.

App Store

વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ સોમવારે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી કમરના નીચેના ભાગમાં ઈજાને કારણે બહાર થઈ ગયો હતો, જેનાથી ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.

બાર્બાડોસના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જેડિયા બ્લેડ્સને 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થનારી બે મેચની સિરીઝ માટે જોસેફના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

બોર્ડે એક નિવેદન જારી કર્યું

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ જણાવ્યું હતું કે અલ્ઝારી જોસેફને કમરના નીચેના ભાગમાં ઈજાને કારણે ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. અસ્વસ્થતાની ફરિયાદ બાદ સ્કેનમાં જાણ થઈ કે અગાઉ ઠીક થઈ ચૂકેલી કમરના નીચેના ભાગમાં ફરી ઈજા થઈ છે.

નિવેદન મુજબ, ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા જેડિયાહ બ્લેડ્સને નેપાળ સામેની વર્તમાન સિરીઝ પછી બે ટેસ્ટ મેચ માટે કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે જણાવ્યું હતું કે અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે પૂર્વનિર્ધારિત તબીબી પ્રક્રિયામાંથી પસાર થવા માટે ભારતમાં ટીમમાં જોડાવાની ઓફરને નકારી કાઢી છે.

જોસેફ પહેલેથી જ બહાર છે

CWIએ જણાવ્યું હતું કે હોલ્ડરે પૂર્વનિર્ધારિત તબીબી પ્રક્રિયાને ટાંકીને સિરીઝ માટે જોસેફના સ્થાને પસંદગીનો ઈનકાર કર્યો છે. ફાસ્ટ બોલર શમર જોસેફ પણ ઈજાને કારણે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.