મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી સીરિઝમાંથી બહાર

ભારત અને

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે....વિરાટ કોહલી બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. BCCIની મેડિકલ અપડેટ પ્રમાણે હાર્દિકને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન થયું છે. આ જાંઘના આગળના ભાગમાં સ્નાયુઓમાં ખેંચાણની ઈજા છે. મેડિકલ સ્ટાફે તેનો રિકવરી સમયગાળો લગભગ ત્રણ અઠવાડિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આવી સ્થિતિમાં તે અફઘાનિસ્તાન સામેની ત્રણેય વન-ડે મેચ માટે ઉપલબ્ધ નહીં રહેશે. હાર્દિક IPL દરમિયાન બેક સ્પાઝમ એટલે કે પીઠના સ્નાયુઓમાં ખેંચાણની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ફિટનેસ ક્લિયરન્સ માટે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ પહોંચ્યો હતો. જોકે, ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન હોવાનું પણ નિદાન થયું હતું, ત્યારબાદ તેને અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો