IPL 2026 / RCB બાદ વેચાણ માટે તૈયાર છે વધુ એક ફ્રેન્ચાઈઝી, ટીમ માલિકના ભાઈએ કર્યો મોટો ખુલાસો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન માટે મિની ઓક્શન હવે બહુ દૂર નથી. થોડા દિવસોમાં, બધી ફ્રેન્ચાઈઝીઓ તેમની સ્કવોડ તૈયાર કરવાનું શરૂ કરશે. પરંતુ તે પહેલાં એક વાત લગભગ નક્કી છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુર ફ્રેન્ચાઈઝી વેચાણ માટે તૈયાર છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વધુ એક ફ્રેન્ચાઈઝી પણ વેચાણ માટે તૈયાર છે.
IPL મિની ઓક્શન 16 ડિસેમ્બરના રોજ યોજવાનું છે. આ ઓક્શન પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાના ભાઈ હર્ષ ગોયનકાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હંગામો મચાવ્યો છે. તેણે જણાવ્યું છે કે વધુ એક ફ્રેન્ચાઈઝી વેચાણ માટે તૈયાર છે.
આ ફ્રેન્ચાઈઝીનો ઉલ્લેખ કર્યો
હર્ષ ગોયનકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે 2008માં પ્રથમ IPL ટાઈટલ જીતનાર રાજસ્થાન રોયલ્સ પણ વેચાણ માટે તૈયાર છે. હાલમાં, ફ્રેન્ચાઈઝી રોયલ સ્પોર્ટ્સ ગ્રુપની માલિકીની છે, જે ફ્રેન્ચાઈઝીમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. વધુમાં, લાચલન મર્ડોક અને રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સ પાસે નાનો હિસ્સો છે.
હર્ષ ગોયનકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મેં સાંભળ્યું છે કે એક નહીં, પરંતુ બે IPL ટીમો વેચાણ માટે તૈયાર છે- RCB અને RR. તે સ્પષ્ટ છે કે લોકો ઊંચા વેલ્યુએશનને કેશ કરવા માંગે છે. તેથી, બે ટીમો વેચાણ માટે તૈયાર છે અને ચાર કે પાંચ સંભવિત ખરીદદારો છે. કોણ હશે સફળ ખરીદદાર? શું તે પુણે, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ કે USAથી હશે?"
આ કંપનીઓ વચ્ચે છે જંગ
અહેવાલો સૂચવે છે કે યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડની પેરેન્ટ કંપની ડિએગો, RCBને ખરીદવામાં રસ ધરાવે છે. વધુમાં, વેક્સિન કિંગ અગર પૂનાવાલા પણ સ્પોર્ટ્સ બિઝનેસમાં વિસ્તરણ કરવાનું વિચારી રહી છે. RCBના વેચાણ માટેની ઔપચારિકતાઓ 31 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

