ઓફિસમાં ઈમરજન્સીનું બહાનું બતાવી IPL જોવા પહોંચી ગઈ મહિલા, લાઈવ ટીવી પર બોસે જોઈ લીધી તો...
જ્યારથી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ છે ત્યારથી ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં મેચ જોવ

જ્યારથી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ છે ત્યારથી ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં મેચ જોવાની તક ચૂકતા નથી. લોકો પોતાના મનપસંદ ક્રિકેટરને જોવા અને સ્ટેડિયમમાં જવા માટે ટિકિટ કલેક્ટ કરવામાં વ્યસ્ત છે. પોતાની મનપસંદ ટીમની મેચ જોવા માટે લોકો કેવા કેવા જુગાડ કરે છે? નોકરીમાંથી ગુલ્લી મારવા માટે બહાનાઓની વણઝાર લગાવી દેતા હોય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ જોવા માટે એક મહિલા ઓફિસથી વહેલી નીકળી ગઈ હતી. તેણે પોતાના બોસને કહ્યું કે, ફેમિલીમાં ઈમરજન્સી છે.
મહિલાનું નસીબ તો જુઓ. મહિલા જોબ પરથી ફેમિલી ઈમરજન્સીનું બહાનું બનાવીને મેચ જોવા સ્ટેડિયમ પહોંચી ગઈ. પરંતુ મેચ જોતી વખતે કેમેરામેનનું ધ્યાન માત્ર મહિલા પર હતું. અને તે ટીવી સ્ક્રીન પર આવી ગઈ. ઓફિસમાં બેઠેલા બોસે પણ તેને સ્ટેડિયમમાં બેઠેલી જોઈ. કદાચ બોસને પહેલીવારમાં વિશ્વાસ નહીં આવ્યો હોય. પરંતુ કેમેરો લાંબો સમય સુધી તે યુવતી પર ઝૂમ રહ્યો તો બોસને ખાત્રી થઈ ગઈ કે તે વ્યક્તિ પોતાની ઓફિસની મહિલા શ્રીમતિ દ્વિવેદી છે. બોસે તપાસ કરી તો ખબર પડી કે મહિલાની ફેવરિટ ટીમ બેંગલુરુ છે.
મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને સમગ્ર ઘટના જણાવી છે. તેણે જણાવ્યું કે ઓફિસમાં ફેમિલી ઈમરજન્સીનું બહાનું બનાવીને તે આઈપીએલ જોવા ગઈ હતી. સ્ટેડિયમમાં કેમેરામેને ફોકસ કર્યું અને હું ટીવી પર આવી ગઈ. બોસે ટીવી પર મેચ જોતા મને પણ જોઈ લીધી.
મહિલાની આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું કે, અહીં ઘણા લોકો રાહ જોતા હોય છે કે કેમેરામેન તેમના પર ફોકસ કરે. અને તમે તો કેમેરામેને કરેલા ફોકસથી ફસાઈ ગયા. જણાવી દઈએ કે આ મેચમાં બેંગલુરુની ટીમને લખનૌ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.






