શુભમન ગિલના કપાળ પર દેખાયું હાઈટેક ગેજેટ! જાણો શું છે 'TEMPLE' ફિટનેસ ટ્રેકર અને કેવી રીતે કરે છે કામ?

શુભમન ગિલના કપાળ પર દેખાયું હાઈટેક ગેજેટ! જાણો શું છે 'TEMPLE' ફિટનેસ ટ્રેકર અને કેવી રીતે કરે છે કામ?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલના લુકે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટોસ સમયે ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમ સાથે મેદાનમાં ઉતરેલા શુભમન ગિલના કપાળ પર રાજમાના દાણા જેવડું એક ખાસ ડિવાઇસ ચોંટાડેલું જોવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું આ ડિવાઇસ કોઈ નજરબટ્ટુ નહીં, પરંતુ 'TEMPLE' નામનું એક અત્યાધુનિક ફિટનેસ ટ્રેકર છે. આ હાઈટેક ગેજેટની કિંમત અંદાજે 84,999 રૂપિયા છે.

જાહેરાત

Zomatoના કો-ફાઉન્ડર દીપિન્દર ગોયલે તૈયાર કર્યું છે આ ગેજેટ

  • આ અનોખું ફિટનેસ ટ્રેકર Zomatoના કો-ફાઉન્ડર દીપિન્દર ગોયલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેઓ પોતે પણ તેનો ઉપયોગ કરે છે.
  • 'TEMPLE' ગેજેટ મુખ્યત્વે મગજમાં થતા રક્ત પરિભ્રમણનું નિરીક્ષણ કરીને સ્વાસ્થ્ય સંબંધિત સચોટ ડેટાનું વિશ્લેષણ કરે છે.
  • આ ડિવાઇસને એક ખાસ પ્રકારની ડબલ-સાઇડ ટેપની મદદથી કનપટી પર સરળતાથી ચોંટાડવામાં આવે છે અને કંપની દ્વારા આ ટેપ ગ્રાહકોને આજીવન પૂરી પાડવામાં આવે છે.

કાંડાને બદલે કનપટી પર જ કેમ લગાવવામાં આવે છે TEMPLE ગેજેટ?

કંપનીના સત્તાવાર પોર્ટલ મુજબ, કાંડાને બદલે કનપટી પર આ ડિવાઇસ લગાવવા પાછળ ખાસ વૈજ્ઞાનિક કારણો રહેલા છે:

સચોટ રક્ત પ્રવાહ અને પલ્સ ટ્રેકિંગ: કનપટીની નીચે એક મુખ્ય ધમની આવેલી હોય છે જ્યાં રક્ત પરિભ્રમણ ત્વચાની ખૂબ નજીક હોય છે. અહીંની ત્વચા પાતળી હોવાથી સેન્સર રિયલ-ટાઇમમાં પલ્સ અને બ્લડ ફ્લોને અત્યંત સચોટ રીતે માપી શકે છે.

તણાવ અને નર્વસ સિસ્ટમની તપાસ: વ્યક્તિ જ્યારે તણાવમાં હોય કે આરામની સ્થિતિમાં હોય, ત્યારે તેની સીધી અસર નર્વસ સિસ્ટમ દ્વારા રક્ત પ્રવાહ પર પડે છે, જેને આ ગેજેટ તરત પકડી પાડે છે.

ચહેરાના સ્નાયુઓની હલચલ: કનપટી પાછળના સ્નાયુઓ ખૂબ સક્રિય હોય છે. કંઈક ચાવતી વખતે, દાંત ભીંસતી વખતે કે ગુસ્સામાં ભ્રમર સંકોચતી વખતે થતી સૂક્ષ્મ હલચલ પરથી આ ડિવાઇસ ચહેરાના હાવભાવ વગર પણ વ્યક્તિના માનસિક તણાવની સ્થિતિ જાણી લે છે.

શરીરનું આંતરિક તાપમાન: મેડિકલ સાયન્સમાં દાયકાઓથી શરીરનું તાપમાન માપવા માટે કનપટીના ભાગનો ઉપયોગ થાય છે. TEMPLE ગેજેટ પણ આ જ ટેકનિકથી શરીરના આંતરિક તાપમાનને સતત ટ્રેક કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત