IND vs NZ / પહેલી મેચમાં DRSને લઈને થયો ડ્રામા, થર્ડ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો કેપ્ટન શુભમન ગિલ

IND vs NZ / પહેલી મેચમાં DRSને લઈને થયો ડ્રામા, થર્ડ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો કેપ્ટન શુભમન ગિલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુરુવારે વેલિંગ્ટનમાં શરૂ થયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે DRSને લગતો ડ્રામા જોવા મળ્યો. ગ્લેન ફિલિપ્સ સામે રિવ્યૂ લીધા પછી ભારતે DRS ગુમાવ્યો. જોકે, ગિલ થર્ડ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો હતો.

ગિલે ઓન-ફિલ્ડ અમ્પાયરને નિર્ણય અંગે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. અમ્પાયરે ગિલને પરિસ્થિતિ સમજાવી, પરંતુ ભારતીય કેપ્ટન અસંતુષ્ટ જણાતો હતો અને માથું હલાવતો ચાલ્યો ગયો.

જાહેરાત

શું છે આખો મામલો?

DRS ઘટના 31મી ઓવરમાં બની, જ્યારે ફિલિપ્સ જસપ્રીત બુમરાહના બોલથી છેતરાઈ ગયા. ભારતે LBW માટે અપીલ કરી, પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયરે ભારતના વિરોધમાં ચુકાદો આપ્યો. ગિલે બુમરાહ સાથે વાતચીત કર્યા પછી રિવ્યૂ લેવાનું નક્કી કર્યું.

બુમરાહને લાગ્યું કે બોલ ઉપર જઈ રહ્યો છે અને તેણે તેના કેપ્ટનને કહ્યું, "હાઈટ છે."

ગિલને લાગ્યું કે ફિલિપ્સના બેટ પર બોલ નથી લાગ્યો, તેથી તેણે કહ્યું, "બેટ નથી."

જોકે સ્નિકોમીટરે બોલ બેટ પાસેથી પસાર થતાં હલનચલન દર્શાવ્યું હતું, પરંતુ ફ્રન્ટ-ફેસિંગ રિપ્લેમાં અંદરની એજ સ્પષ્ટ નહતી દેખાતી.

ત્યારબાદ થર્ડ અમ્પાયર પોલ રીફેલે સ્લો મોશનમાં ફરીથી રિપ્લે કરવાની વિનંતી કરી. આ વખતે તેને લાગ્યું કે બોલમાં થોડો ડિફ્લેક્શન છે, જેના કારણે મેદાન પરના અમ્પાયર રિચાર્ડ ઈલિંગવર્થે નોટ આઉટના નિર્ણયને સમર્થન આપ્યું.

જોકે, ગિલ આ નિર્ણયથી નારાજ દેખાયો. તેણે ઈલિંગવર્થને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બેટ અને બોલ વચ્ચે અંતર છે અને બોલ પહેલા ફિલિપ્સના પેડ પર વાગ્યો હતો. ઈલિંગવર્થે ગિલ સાથે તર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય કેપ્ટન સંમત ન થયો અને માથું હલાવતા ચલ્યો ગયો.

નિકલ્સની ઐતિહાસિક સદી

હેનરી નિકલ્સની ઐતિહાસિક સદી અને ગ્લેન ફિલિપ્સની અડધી સદીએ ન્યુઝીલેન્ડને સંકટમાંથી બચાવ્યું. ન્યુઝીલેન્ડે માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ નિકલ્સ અને ફિલિપ્સ વચ્ચેની પાર્ટનરશિપે ન્યુઝીલેન્ડની સ્થિતિ મજબૂત બનાવી છે.

પહેલા દિવસની રમતના અંતે ફિલિપ્સ અને નિકલ્સ વચ્ચેની પાર્ટનરશિપ 173 રન સુધી પહોંચી ગઈ છે. નિકલ્સ 113 રન સાથે ક્રીઝ પર છે અને ફિલિપ્સ 94 રન સાથે અણનમ છે. ન્યુઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત