શું તમે જાણો છો કે, આ યાદીમાં દુનિયાના ટોચના 10 બેટ્સમેનોમાં 9 ભારતીયો સામેલ છે
હાલ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ટેસ્ટ, ODI અને T20 બેટિ

હાલ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ટેસ્ટ, ODI અને T20 બેટિંગ રેન્કિંગમાં મળીને કુલ નવ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને અભિષેક શર્મા સહિત અનેક સ્ટાર ખેલાડીઓ સામેલ છે.
ICC રેન્કિંગમાં 9 ભારતીય ખેલાડીઓ
ICC ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20માં રેન્કિંગ જાહેર કરે છે. ત્રણેય ફોર્મેટમાં ટોચના 10 ખેલાડીઓમાં નવ ભારતીય ખેલાડીઓ સામેલ છે. ચાલો ભારતના આ નવ સ્ટાર ખેલાડીઓ પર એક નજર કરીએ.
યશસ્વી જયસ્વાલ
રોહિત શર્મા
વિરાટ કોહલી
શુભમન ગિલ
શ્રેયસ અય્યર
સૂર્યકુમાર યાદવ
ઋષભ પંત
અભિષેક શર્મા
તિલક વર્મા
ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બે ભારતીય
ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચના 10માં બે ભારતીય ખેલાડીઓ છે. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો ફાયદો થયો છે. જયસ્વાલ ICC રેન્કિંગમાં બે સ્થાન ઉપર આવ્યો છે. જયસ્વાલ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 791 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત 753 રેટિંગ પોઈન્ટ સાથે આ યાદીમાં આઠમા ક્રમે છે.
ICC ODI બેટિંગ રેન્કિંગમાં ચાર ભારતીય
ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી શરૂ થતા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI સિરિઝ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચના 10માં ચાર ભારતીય ખેલાડીઓ સામેલ છે. જેમાં ભારતના ODI કેપ્ટન શુભમન ગિલ 784 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન છે. રોહિત શર્મા 756 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા અને વિરાટ કોહલી 736 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. ટીમ ઈન્ડિયાનો ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યર 704 રેટિંગ પોઈન્ટ સાથે નવમા ક્રમે છે.
ICC T20 બેટિંગ રેન્કિંગમાં 3 ભારતીય
ICC T20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગની ટોચના 10 ખેલાડીઓની યાદીમાં ત્રણ ભારતીય ખેલાડીઓ છે. અભિષેક શર્મા, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા આ યાદીમાં છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા 926 રેટિંગ પોઈન્ટ સાથે યાદીમાં પ્રથમ ક્રમે છે. ભારતના સ્ટાર બેટ્સમેન તિલક વર્મા 819 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા અને ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ 698 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.







