Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : GOOD NEWS for Rishabh Pant fans, Pant will start a new chapter with Ranji Trophy

ઋષભ પંતના ફેન્સ માટે GOOD NEWS, રણજી ટ્રોફી સાથે એક નવો અધ્યાય શરૂ કરશે પંત

Timeછેલ્લું અપડેટ : 15 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ઋષભ પંતના ફેન્સ માટે GOOD NEWS, રણજી ટ્રોફી સાથે એક નવો અધ્યાય શરૂ કરશે પંત
સોર્સ : GSTV

ફેમસ ભારતીય ક્રિકેટર ઋષભ પંત મેદાનમાં પાછો રમવા માટે તૈયાર છે. લગભગ ત્રણ મહિનાની ઈજા અને રિહૈબિલિટેશન પછી, પંત 2025-26 રણજી ટ્રોફીની સીઝનમાં દિલ્હી માટે રમતો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં પગમાં ઈજા થઈ ત્યારથી પંત ક્રિકેટથી દૂર છે.

App Store

BCCIની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA)માં તેનું રિહૈબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંતે નેટમાં વિકેટકીપિંગ અને બેટિંગ, બંનેમાં સારો પરશેવો પાડ્યો છે. જોકે, દિલ્હીએ તેને રણજી ટ્રોફી સીઝનની પહેલી મેચ, જે હૈદરાબાદ સામે રમાશે, તેમાં પંતને આ ટીમમાં સામેલ કર્યો નથી, પરંતુ NCA મેડિકલ ટીમ તરફથી મંજૂરી મળ્યા પછી તેની વાપસી શક્ય છે.

બીજા કે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ શક્ય

પંત 25 ઓક્ટોબરથી શરૂ થનારી હિમાચલ પ્રદેશ સામે બીજા રાઉન્ડમાં અથવા 1 નવેમ્બરથી શરૂ થનારી પુડુચેરી સામે ત્રીજા રાઉન્ડમાં મેદાનમાં રમતો જોવા મળી શકે છે. આ મેચો તેના માટે માત્ર ઘરેલુ મેચો જ નહીં, પણ આગામી દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરિઝ પહેલા તેના ફોર્મ અને ફિટનેસને સાબિત કરવાની સુવર્ણ તક પણ હશે. પંતની મેદાનમાં વાપસી એ ભારતીય ટીમને પણ રાહત આપી શકે છે.