મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળ્યો અનોખો નજારો, એક જ ટેસ્ટમાં 6 ખેલાડીઓેએ કર્યું ડેબ્યૂ

ટેસ્ટ ક્રિકેટમાં 26 ડિસેમ્બર 2024ની તારીખ સુવર્ણ અક્ષરોમાં નોંધાઇ છે. એક જ દિવસે 3 બોક્સિંગ ડે ટેસ

ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળ્યો અનોખો નજારો, એક જ ટેસ્ટમાં 6 ખેલાડીઓેએ કર્યું ડેબ્યૂ

ટેસ્ટ ક્રિકેટમાં 26 ડિસેમ્બર 2024ની તારીખ સુવર્ણ અક્ષરોમાં નોંધાઇ છે. એક જ દિવસે 3 બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. ક્રિસમસ એટલે કે 25 ડિસેમ્બરના એક દિવસ પછી રમાનાર ટેસ્ટ મેચને બોક્સિંગ ટેસ્ટ મેચ કહેવામાં આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થયો હતો જ્યારે સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત થઇ છે. આ બન્ને મેચમાં 2 ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ભારત Vs ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટમાં સેમ કોંસ્ટાસે કર્યું ડેબ્યૂ

ભારત Vs ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં સેમ કોંસ્ટાસે 19 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની સાથે ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટમાં સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનાર ચોથો ખેલાડી બન્યો છે. કોંસ્ટાસે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ સિવાય દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં 30 વર્ષના કોર્બિન બોશનું ટેસ્ટ ડેબ્યૂ થયું હતું. કોર્બિન બોશે ટેસ્ટ ક્રિકેટના પોતાના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપી હતી. 

એક જ મેચમાં 6 ખેલાડીઓને મળી ટેસ્ટ કેપ

આ બે ટેસ્ટ મેચ સિવાય ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો બુલાવાયોમાં પ્રારંભ થયો છે. 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં એક-બહે નહીં પણ 6 ખેલાડીઓએ એક સાથે ડેબ્યૂ કર્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી પ્લેઇંગ ઇલેવનમાં 3 નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી જ્યારે અફઘાનિસ્તાને પણ 3 ખેલાડીઓને ટેસ્ટ ડેબ્યૂ કેપ સોપી હતી. આ રીતે એક ટેસ્ટ મેચમાં 6 ખેલેડીઓનું ટેસ્ટ ડેબ્યૂ થયું હતું જે ટેસ્ટ ક્રિકેટમાં ઘણુ ઓછું જોવા મળે છે.

આ પણ વાંચો: INDVSAUS: બોક્સિંગ ડે ટેસ્ટમાં ICCએ વિરાટ કોહલીને કરી સજા, ફટકાર્યો આટલો દંડ

અફઘાનિસ્તાન તરફથી સેદિકુલ્લાહ અટલ, એએમ ગઝનફર અને અજમતુલ્લાહ ઉમરજઇને ટેસ્ટ કેપ સોપી હતી જ્યારે ઝિમ્બાબ્વેએ સેમ કર્રનના મોટા ભાઇ બેન કર્રન, ટ્રેવલ ગ્વાંડૂ અને ન્યૂમેન ન્યામ્હુરીને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન બેન કરને પોતાની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.

આ સમાચાર શેર કરો