Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 4 brothers from Gujarat who played cricket for Pakistan

ગુજરાતના 4 ભાઇ, જે પાકિસ્તાન માટે રમતા હતા ક્રિકેટ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના 4 ભાઇ, જે પાકિસ્તાન માટે રમતા હતા ક્રિકેટ
સોર્સ : GSTV

ગુજરાતના જૂનાગઢમાં જન્મેલા 4 ભાઇઓએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ક્રિકેટ રમી છે. આ ચાર ભાઇઓમાં લિટલ માસ્ટરના નામથી જાણીતા હનીફ મોહમ્મદ પણ છે, જેમનો પુત્ર અને પૌત્ર પણ ક્રિકેટર છે. તે પાકિસ્તાનના પ્રથમ સ્ટાર ખેલાડી હતા.

App Store

વાત 1978ની છે જ્યારે સુનીલ ગાવસ્કરે પણ હનીફ મોહમ્મદના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો. 17 વર્ષ બાદ ભારતીય ટીમ પાકિસ્તાન ગઇ હતી, ત્યારે કરાંચી એરપોર્ટ પર પહોંચીને ગાવસ્કર ટીમની સાથ હોટલની જગ્યાએ હનીફ મોહમ્મદના ઘરે ગયા હતા.ગાવસ્કરે કહ્યું હતું કે તે અસલી 'લિટલ માસ્ટર'ને મળવા માંગતા હતા. હનીફને રમતા જોયો હતો પરંતુ તેમની બેટિંગના કિસ્સાથી તે પ્રભાવિત હતા.

વિભાજન સમયે પાકિસ્તાન જતો રહ્યો હતો હનીફ મોહમ્મદનો પરિવાર

હનીફ મોહમ્મદના કૂલ 6 ભાઇ હતા જેમાંથી એક ભાઇનું નાની ઉંમરમાં જ નિધન થયું હતું. જ્યારે દેશનું વિભાજન થયું તો જૂનાગઢના નવાબે પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો અને હનીફનો પરિવાર પણ જતો રહ્યો હતો. કરાંચી પહોંચેલા આ પરિવારે એક મંદિરમાં ઘણા સમય સુધી શરણ લીધી હતી અને ધીમે ધીમે આ પરિવારની સ્થિતિ સુધરી હતી. જ્યારે હનીફ અને તેના ભાઇ ક્રિકેટમાં આવ્યા તો તેમનો પરિવાર આખા પાકિસ્તાનમાં જાણીતો બન્યો હતો.

પિતા પણ સારા ક્રિકેટર હતા

માત્ર હનીફ અને તેમના ભાઇ જ નહીં પણ તેમના પિતા પણ એક ક્લબ ક્રિકેટર હતા. તે ઇચ્છતા હતા કે તેમનો પુત્ર પણ ક્રિકેટર બને. જોકે, 1948માં તેમના પિતાનું નિધન થઇ ગયું, તે બાદ તેમને પુત્રોએ તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું અને 4 ભાઇઓએ પાકિસ્તાન માટે નેશનલ ટીમ માટે ક્રિકેટ રમી હતી.

વજીર અને હનીફે 18 ટેસ્ટ મેચ એક સાથે રમી જ્યારે મુશ્તાક સાથે હનીફે 19 ટેસ્ટ એક સાથે રમી હતી. અલ્ફ્રેન્ડ હાઇસ્કૂલમાં ભણનારા ભાઇઓને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. તમામ પોતાની સ્કૂલના સ્ટાર ખેલાડી હતા. 5માંથી 4 ભાઇઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા જ્યારે એક ભાઇ (રઇસ મોહમ્મદ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યા નહતા અને તે માત્ર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ જ રમ્યા હતા.

હનીફ મોહમ્મદ, મુશ્તાક અહેમદ, સાદિક મોહમ્મદ, વજીર મોહમ્મદ, રઇસ મોહમ્મદ

ટેસ્ટ મેચમાં સૌથી લાંબી ઇનિંગનો રેકોર્ડ

ટેસ્ટ મેચમાં સૌથી લાંબી ઇનિંગ રમવાનો રેકોર્ડ હનીફ મોહમ્મદના નામે છે. હનીફ મોહમ્મદે 1958માં બ્રિજટાઉનમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 337 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ 970 મિનિટ સુધી ચાલી હતી. આ ઇનિંગ અમર થઇ ગઇ કારણ કે આ ટેસ્ટ ક્રિકેટની સૌથી લાંબી ઇનિંગ બની ગઇ હતી.

હનીફ મોહમ્મદના પુત્ર પણ પાકિસ્તાન માટે ક્રિકેટ રમ્યા

હનીફ મોહમ્મદના પુત્રનું નામ શોએબ મોહમ્મદ છે. પાકિસ્તાન માટે 1983માં ડેબ્યૂ કર્યું હતું. શોએબ મોહમ્મદે પાકિસ્તાન માટે 45 ટેસ્ટ અને 63 વન ડે મેચ રમી હતી જેમાં 2705 અને 1269 રન બનાવ્યા હતા.