તમારી કુંડળીમાં આવા યોગ હશે તો તમે લાંબુ જીવશો
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) 1) બળવાન શુભ ગ્રહ કેન્દ્રમાં હોય અને અષ્ટમ સ્થાનમાં કોઈ ગ્રહ ન

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
1) બળવાન શુભ ગ્રહ કેન્દ્રમાં હોય અને અષ્ટમ સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય તો જાતક લાંબુ આયુષ્ય ભોગવે છે. શુભ ગ્રહ અર્થાત ગુરુ, શુક્ર, શુક્લ પક્ષનો ચંદ્ર અને પાપગ્રહ રહિત બુધ.
2) ગુરુ જન્મ કુંડળીમાં ઉચ્ચનો હોય, સૂર્ય લગ્નમાં હોય, લગ્નેશ બળવાન હોય તેમજ કેન્દ્ર અને ત્રિકોણમાં પણ શુભ ગ્રહ હોય તો જાતક સો વર્ષનું આયુષ્ય ભોગવે છે.
3) નવમાંશમાં તમામ ગ્રહો સૂર્ય, મંગળ અને શનિની રાશિમાં હોય તો જાતક લાં...બું જીવન જીવે છે.
4) લગ્નેશ કેન્દ્રમાં બેઠો હોય અને ગુરુ કે શુક્ર સાથે તે દૃષ્ટિ કે યુતિ સંબંધ બનાવતો હોય તો જાતક લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે.
5) અષ્ટમેષ ઉચ્ચ રાશિમાં બેઠો હોય અથવા કોઈ ઉચ્ચના ગ્રહ સાથે બેઠો હોય તો જાતક લાંબું આયુષ્ય ભોગવે છે.
6) અષ્ટમ સ્થાનનો માલિક શનિ સાથે બેઠો હોય તો જાતક લાંબું આયુષ્ય ભોગવે છે.
8) અષ્ટમેષ અષ્ટમ સ્થાનમાં બેઠો હોય અને પીડિત ન હોય તો જાતક લાંબુ જીવશે.
9) અષ્ટમેષ તૃતિય સ્થાનમાં બેઠો હોય તો પણ જાતક દીર્ઘ આયુષ્ય ભોગવે છે.
10) અષ્ટમ સ્થાનમાં શનિ બેઠો હશે તોય જાતક લાંબુ જીવશે, પણ એ લાંબુ જીવન કષ્ટદાયક હશે.








