મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

બાબા બદ્રીનાથના આશીર્વાદથી દેશમાં નહીં પડે દુકાળ, જાણો શું છે આ માન્યતા

ચારધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ 12મી મ

બાબા બદ્રીનાથના આશીર્વાદથી દેશમાં નહીં પડે દુકાળ, જાણો શું છે આ માન્યતા

ચારધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. કપાટ ખોલતાની સાથે જ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

12 મેના રોજ સવારે 6 વાગ્યે કપાટ ખોલતાની સાથે સૌથી પહેલા મંદિરમાં મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદિરીએ પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમણે અંદર જોયું તો પુજારી ખુશ થઈ ગયા.

ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર છ મહિના પહેલા મંદિરના કપાટ બંધ કરતી વખતે જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો, જે આજે કપાટ ખોલતાં તે બિલકુલ એ જ હાલતમાં મળી આવ્યો હતો.

ઘી અને ધાબળો પહેલા જેવી સ્થિતિમાં મળવા એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે, જેને જોઈને ભક્તો ખૂબ જ ખુશ થયા. તે પછી પરંપરા અનુસાર ભવિષ્યવાણી કરવામાં આવી હતી, કે આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને સમૃદ્ધિ રહેશે.

વાસ્તવમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ કરતાં પહેલા ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળો ઓઢાડવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે.  જો ઘીનો લેપ એવોને એવો જ મળી આવે તો એવુ કહેવાય છે કે, દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સૂકો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી સૂચવે છે.

આ સમાચાર શેર કરો