Hanuman Jayanti 2024: ક્યારે છે હનુમાન જયંતિ? જાણો ચોક્કસ તારીખ અને પૂજાનો શુભ સમય
ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી બધા જ સંકટો દૂર કરનારા છે. સંકચમો

ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી બધા જ સંકટો દૂર કરનારા છે. સંકચમોચન હનુમાનજીની કૃપા મેળવવા માટ મંગળવારનો ખાસ છે. આ સિવાય વર્ષમાં કેટલાક એવા પ્રસંગો આવે છે જ્યારે બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આમાં હનુમાન જયંતિ અથવા હનુમાન જન્મોત્સવનો દિવસ પણ સામેલ છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ હનુમાન જયંતિ ક્યારે છે અને સંકચમોચન હનુમાનજીની પૂજા કરવાનો શુભ સમય કયો છે.
હનુમાન જયંતિ ક્યારે છે?
કેલેન્ડર મુજબ, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03:25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05:18 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે, ઉદયા તિથિ અનુસાર, 23 એપ્રિલ, મંગળવારે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનને સમર્પિત હોવાથી જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે.
હનુમાન જયંતિ પૂજનનો શુભ સમય
હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાના 2 શુભ સમય છે. હનુમાન જયંતિ પર પૂજા માટેનો પહેલો શુભ સમય 23 એપ્રિલના રોજ સવારે 09:03થી બપોરે 01:58 સુધીનો છે અને બીજો શુભ સમય 23મી એપ્રિલે રાત્રે 08:14થી 09:35 સુધીનો છે.
હનુમાન જયંતિ નહીં જન્મોત્સવ
વાસ્તવમાં, પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે, હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, પરંતુ હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે, તેથી તેમના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે. તેથી જ ઘણા લોકો હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખે છે.
હનુમાન જયંતિની પૂજા વિધિ
હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા સ્નાન કરીને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરો. આ દિવસે નારંગી અથવા લાલ રંગના કપડાં પહેરો. ત્યારબાદ શુભ મુહૂર્તમાં હનુમાનજીની પૂજા કરો. તેના માટે ઉત્તર-પૂર્વ દિશામાં બાજોઠ પર લાલ કપડું ફેલાવો અને હનુમાનજીની સાથે શ્રીરામજીની તસવીર સ્થાપિત કરો. હનુમાનજીને લાલ ફૂલ અને રામજીને પીળા ફૂલ ચઢાવો. ત્યારબાદ ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાનજીને સિંદૂર ચઢાવો. લાડુનો પ્રસાદ ધરાવો. હનુમાનજીના મંત્ર ॐ હં હનુમતે નમઃનો જાપ કરો. હનુમાન ચાલીસા વાંચો, બજરંગ બાનનો પાઠ કરો. અંતે હનુમાનજીની આરતી કરો અને દરેકને પ્રસાદ વહેંચો.








