મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

પ્રમોશન અને આવકમાં વધારો કરવા માંગો છો? કુંડળીના આ ગ્રહને રાખો મજબૂત 

દરેક વ્યક્તિ સારી નોકરી અને વધું આવક ઈચ્છે છે. જો કે, દરેક વ્યક્તિને સરળતાથી નોકરી કે સારા પૈસા મળતા નથી. ઘણા લોકોને મ

પ્રમોશન અને આવકમાં વધારો કરવા માંગો છો? કુંડળીના આ ગ્રહને રાખો મજબૂત 

દરેક વ્યક્તિ સારી નોકરી અને વધું આવક ઈચ્છે છે. જો કે, દરેક વ્યક્તિને સરળતાથી નોકરી કે સારા પૈસા મળતા નથી. ઘણા લોકોને મહેનત કર્યા પછી પણ તેમના કરિયર ક્ષેત્રમાં પ્રમોશન નથી મળતું અને આવક વધારવા માટે સંઘર્ષ કરવો પડે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો કુંડળીનો કોઈ ગ્રહ તમારી આ બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. તમારે ફક્ત આ ગ્રહ સંબંધિત ઉપાયો અજમાવવાના છે. આ લેખમાં કારકિર્દી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ જ્યોતિષીય માહિતી પણ આપીશું.

તમારી કુંડળી પરથી જાણો કે તમારી કારકિર્દી કેવી રહેશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનું દસમું સ્થાન તમારી કારકિર્દી નક્કી કરે છે. આ ઘરની સ્થિતિ જેટલી સાનુકૂળ રહેશે તેટલા સારા પરિણામો તમને તમારી કારકિર્દીમાં મળશે. જો આ સ્થાન પર કોઈ શુભ ગ્રહોની સ્થિતિ હોય તો સમજી લેવું કે તમને કાયમી નોકરી મળશે, તમને સમયાંતરે પ્રમોશન મળશે અને તમારી આવકમાં પણ વધારો થશે. 

જો દસમું સ્થાન અશુભ ગ્રહો દ્વારા પ્રભાવિત હોય અથવા આ સ્થાનનો સ્વામી સારી સ્થિતિમાં ન હોય તો તમારે તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો સખત મહેનત કર્યા પછી પણ તેઓ જે ઉંચાઈ સુધી પહોંચવા ઈચ્છે છે તે પહોંચવામાં નિષ્ફળ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તમારે કયા ગ્રહને બળવાન બનાવવું જોઈએ.કરિયરમાં સફળતા મેળવવા માટે આ ગ્રહને મજબૂત બનાવો

ઉચ્ચ પદ મેળવવા માટે આ ગ્રહને મજબૂત બનાવો 

જો તમે કરિયર સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માગતા હોવ તો તમારે ગ્રહોના રાજા સૂર્યને પ્રસન્ન કરવા પડશે. એવું માનવામાં આવે છે કે સૂર્ય બળવાન થવાથી અન્ય ગ્રહો પણ શુભ ફળ આપવા લાગે છે. સ્વાભાવિક છે કે રાજા બળવાન હશે તો તેની પ્રજા પણ બળવાન હશે અને તેના મંત્રીઓ પણ બળવાન હશે. આવી સ્થિતિમાં સૂર્યને બળવાન કરીને તમે તમારી કારકિર્દીમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકો છો. ખાસ કરીને એવા લોકોએ સૂર્યની પૂજા કરવી જોઈએ જેઓ ઉચ્ચ પદ પર પહોંચવા ઈચ્છે છે અને બોસ બનવા ઈચ્છે છે. સૂર્યના ઉપાય કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે અને તમને સન્માન પણ મળે છે.

સૂર્યને બળવાન બનાવવા માટે તમારે સૂર્ય સંબંધિત ઉપાયો અજમાવવા જોઈએ. દરરોજ સૂર્યને જળ અર્પિત કરવાથી તમે સૂર્યનું સારું પરિણામ મેળવી શકો છો. આ સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી અને રવિવારે ઘઉં, ગોળ, સોનું વગેરેનું દાન કરવાથી પણ કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. જો કે તમારા કરિયરની તમામ સમસ્યાઓ માત્ર સૂર્યને બળવાન કરવાથી દૂર થઈ શકે છે, પરંતુ કેટલાક અન્ય ગ્રહો પણ તમને કરિયરના ક્ષેત્રમાં સફળતા અપાવતા સાબિત થાય છે.

સાહસિક ક્ષેત્રમાં સફળતા માટે આ ગ્રહને મજબૂત બનાવો 

જે લોકો સેના, પોલીસ અથવા કોઈપણ સાહસિક કાર્યમાં સારા પરિણામ મેળવવા માગતા હોય તેઓએ મંગળને મજબૂત બનાવવો જોઈએ. મંગળના ઉપાય કરવાથી આવા લોકોને કરિયરમાં પ્રગતિ મળે છે. જો તમે તમારામાં નેતૃત્વના ગુણો વિકસાવવા માગતા હોવ તો મંગળની ઉપાસના તમારા માટે ફાયદાકારક છે. મંગળના પ્રભાવથી તમારી કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. મંગળને બળવાન કરવા માટે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

કાર્યસ્થળમાં સારા પરિવર્તન માટે આ ગ્રહને મજબૂત બનાવો 

જે લોકો કાર્યસ્થળમાં મુશ્કેલીઓનો સામનો કરે છે, સારા કામ કર્યા પછી પણ પ્રગતિ કરી શકતા નથી, અને કાર્યસ્થળમાં વિરોધીઓ કામ બગાડે છે, તેઓએ શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ. શનિને પ્રસન્ન કરવાથી આવા લોકો પોતાના કરિયરમાં પ્રગતિ કરી શકે છે.

સૂચના : આ લેખમાં આપવામાં આવેલ માહિતી  જ્યોતિષીઓ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ પર આધારિત છે.  અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો