આજનું રાશિફળ: કામકાજમાં સફળતા, યાત્રાના યોગ અને ખર્ચની શક્યતા, જાણો 12 રાશિઓનું ભવિષ્ય

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપને કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાય. મૃત-પિતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.
મિથુન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. સામાજિક - વ્યવહારિક કામકાજ રહે.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન- મુલાકાતમાં સાનુકૂળતા રહે.
સિંહ : આપના કામમાં ધીરજ અને શાંતિ રાખવા. ઉતાવળમાં ભૂલો થાય. આવેશ- ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય કરવા નહીં.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં ઘરાકી આવી જાય.
તુલા : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન- મકાન - વાહનના કામ થઇ શકે.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ જણાય.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસો પસાર કરી લેવા. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો લઇ શકાય. આનંદ રહે.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય.
મીન : આપના રુકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે - ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.








