આજનું રાશિફળ 14 નવેમ્બર 2026: મેષથી મીન સુધી જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય, કોને મળશે સફળતા અને કોને રાખવી પડશે સાવચેતી?

આજનું રાશિફળ 14 નવેમ્બર 2026: મેષથી મીન સુધી જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય, કોને મળશે સફળતા અને કોને રાખવી પડશે સાવચેતી?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મેષ : જૂના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગની મુલાકાત થવાથી આનંદ અનુભવો. ધર્મકાર્ય - શુભકાર્ય થવાથી હૃદય-મનની પ્રસન્નતા રહે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

મિથુન : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

જાહેરાત

સિંહ : આપની મહેનત અનુભવ આવડત બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં લાભ ફાયદો રહે.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

તુલા : આપના કાર્યમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. ધર્મકાર્ય શુભ કાર્ય થઇ શકે.
વૃશ્ચિક : આપના કામની સાથે કૌટુંબિક - પારિવારિક કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતા આનંદ રહે.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન- મુલાકાત થઇ શકે. આનંદ રહે.
મકર : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. સાસરીપક્ષે - મોસાળપક્ષે ચિંતાનું આવરણ આવી જાય.

કુંભ : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર - સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત