16 નવેમ્બર 2026, આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ શેરોના કામમાં સાવધાની રાખવી

મેષ : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે.
મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. રાજકીય-સરકારી કામ અંગે દોડધામ, ખર્ચ જણાય.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
ધન : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક થાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં અડચણનો સામનો કરવો પડે. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.









