09 નવેમ્બર, 2026નું આજનું રાશિ ભવિષ્ય

09 નવેમ્બર, 2026નું આજનું રાશિ ભવિષ્ય
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મેષ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
મિથુન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ ન કરવી. ઘર પરિવારની ચિંતા જણાય.
સિંહ : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. અડોશ પડોશનું કામ રહે.
કન્યા : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.
તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન-મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : આપના કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
ધન : આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.
મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે.
કુંભ : દેશ-પરદેશના કામકાજમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર મળે.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત