ધનતેરસથી દિવાળી સુધી યમરાજને કરો વિશેષ દીપદાન, પરિવારની સુરક્ષા અને સુખ-શાંતિ માટે જાણો સાચી વિધિ

ધનતેરસથી દિવાળી સુધી યમરાજને કરો વિશેષ દીપદાન, પરિવારની સુરક્ષા અને સુખ-શાંતિ માટે જાણો સાચી વિધિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શાસ્ત્રોમાં દીપદાનનું અનોખું અને વિશેષ મહત્ત્વ રહેલું છે. દિવાળીના પાવન પર્વ દરમિયાન અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ અને પરિવારના રક્ષણ માટે યમરાજની ઉપાસનાનું પણ વિશેષ વિધાન છે.

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, જો ઘરની કોઈપણ એક વ્યક્તિ દ્વારા ઘરના તમામ સભ્યોને યમરાજાના આશીર્વાદ પ્રાપ્ત થાય તે હેતુથી વિશેષ દીપદાન કરવામાં આવે, તો તેના અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે.

જાહેરાત

દીપદાન કરવાની સાચી વિધિ

સ્થળ: ઘરના મુખ્ય દ્વારની બહાર આ દીપદાન કરવામાં આવે છે.
સામગ્રી: માટીનું એક કોડિયું, તેલ અને રૂની ચાર આડી વાટ.

દિશા અને પ્રાગટ્ય

કોડિયામાં તેલ ભરીને તેમાં ચાર આડી વાટ મૂકવી. દીવો પ્રગટાવતી વખતે આપણું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. આ ચારેય વાટને એકસાથે પ્રગટાવીને ક્રમશઃ ચારેય દિશામાં (એક દક્ષિણ, બીજો પશ્ચિમ, ત્રીજો પૂર્વ અને ચોથો ઉત્તર બાજુ) દીવાનો પ્રકાશ રહે તે રીતે ગોઠવવી.

ક્યારે કરવું દીપદાન?

આ પ્રકારે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી એમ સળંગ ત્રણ રાત્રી સુધી દીપદાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. દીવો પ્રગટાવીને યમરાજને પ્રાર્થના કરવાથી કુદરતી આફતો, અકસ્માત તેમજ શારીરિક અને માનસિક કષ્ટો તથા પીડાઓમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત